સુરતમાં છેતરપીંડી બદલ બિલ્ડર મનહર કાકડીયા સામે ફરિયાદ
કલેક્ટરનો સ્ટે હોવા છતાં બોગસ ડોક્યુમેન્ટને આધારે 200 કરતા વધારે બંગલા તાણી દેવાયા.
આર્શીવાદ વિલામાં કરોડોના પ્રીમીયમની ચોરી કરાઇ.
ટીડીઓનો બિનખેતીનો બોગસ હુકમ બનાવાયો.
મહાપાલિકાનું ટાઉન પ્લાનિંગ વિભાગ શંકાના દાયરામાં.
200 કરતા વધારે પરિવારોને કરોડોના બંગલા છેતરપિંડી કરીને પધરાવી દેવાયા.
બિલ્ડર મનહર કાંકડિયાએ કહ્યું ભૂલ કરી હશે તો સુધારીશું
Surat ના City Light માં આવેલ આર્શીવાદ વિલા સોસાયટીમાં મૂળ માલિકોની સહીઓ કરીને બિલ્ડર Manhar Kakdiya અને Dinesh Patel એ બોગસ પાવર ઓફ એટર્ની અને કુલમુખત્યાર બનાવી રહીશો સાથે છેતરપિંડી કરી હોવાના આક્ષેપો મૂળ જમીન માલિક દ્વારા કરાયા છે. આ મામલે પોલીસને વારંવાર ફરિયાદો બાદ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં હવે District Collector છેતરપિંડીના પુરાવા સાથે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમને ફરિયાદ કરી છે. વર્ષ 2007 માં Ashirvad Villa માં કુલ 30,000 વાર જમીન પર તત્કાલિન જિલ્લા કલેકટર વત્સલા વાસુદેવન દ્વારા સ્ટે આપવામાં આવ્યો હતો, આ જમીનની સાત બાર પર હજુ પણ સ્ટે યથાવત છે. આ જમીન બિનખેતી ન કરાઇ હોવાને કારણે આ સ્ટે ફટકારવામાં આવ્યો હતો. તેમ છતા અહીં 200 કરતા વધારે બંગલા તાણી દેવાયા જેને લઇ રાજ્ય સરકારને 30 કરોડ કરતા વધારે પ્રીમીયમનું નુકસાન કરવામાં આવ્યું હતું.
આર્શીવાદ વિલાની જમીનના મૂળ માલિક મનોજ કિંશન કંથારિયાના એડવોકેટ મનીષ પટેલે આક્ષેપ કર્યા છે કે બિલ્ડર મનહર કાકડિયા અને તેના અંગત દિનેશ પટેલે બોગસ સહી સિકકા કરીને તેઓના નામના દસ્તાવેજ બનાવીને અસરગ્રસ્તો સાથે છેતરપિંડી કરી છે. વેસુના સર્વે નંબર 105 અને બ્લોક નંબર 93 તેમજ 195 માં આ ગેરરિતી આચરવામાં આવી હોવાના આક્ષેપ કરાયા છે. આ માટે જિલ્લા કલેક્ટરે Vatsla Vasudev ને જમીનને ખેતીમાંથી બિનખેતીમાં તબદીલ ન કરવામાં આવી હોવાને કારણે વર્ષ 2007 નાં તા.9 એપ્રિલનાં રોજ બાંધકામની પ્રવૃતિ ન કરવા માટે સ્ટેની બજવણી કરી હતી. આ સ્ટે આજે પણ યથાવત છે.
આર્શીવાદ વિલામાં બ્લોક નંબર 93 અને બ્લોક નંબર 195 ની જમીનમાં TDO એ 30 જૂન, 1975 માં જમીનને બિનખેતી કરી હોવાનો હુકમ કરવામાં આવ્યો હોવાનું મહાપાલિકાને – જિલ્લા રજિસ્ટ્રાર કચેરી તથા રેવન્યુ કચેરીઓને જણાવવામાં આવ્યું. આ જમીનના માલિક મનોજ કંથારિયાએ જણાવ્યું કે તેમના વડીલોએ આવો કોઇ બિનખેતીનો આદેશ મેળવ્યો નથી. ઉપરાંત ટીડીઓ ઓફીસમાં પણ આવો કોઇ હુકમ કરાયો ન હોવાની વિગત આરટીઆઇમાં બહાર આવી છે. આ ઉપરાંત રેકર્ડમાં લેખિત ચેડા કરીને બિનખેતી શબ્દ ઉમેરીને છેતરપિંડી કરવામાં આવી હોવાના આક્ષેપ અસરગ્રસ્તો દ્વારા કરાયા હતા. દરમિયાન આ કિસ્સામાં જિલ્લા કલેકટરનો સ્ટે હોવા છતાં મહાપાલિકા દ્વારા જે રીતે પ્લાન પાસ કરી દેવામાં આવ્યા તેમાં ટાઉન પ્લાનિંગ ઓફીસરો સામે પણ તપાસ કરવાની માંગણી Advocate મનીષ પટેલ દ્વારા કરવામાં આવી છે.
200 કરતા વધારે પરિવારોને જમીન ટાઇટલ કલીયર હોવાનું જણાવીને ગેરમાર્ગે દોરવામાં આવ્યા, તેમાં બ્લોક નંબર 105 અને 93 નંબરની આસપાસના બ્લોકને મર્જ કરીને જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં રજૂ કરવામાં આવ્યા અને તેની સાથે બ્લોક નંબર 105 અને 93 ના દસ્તાવેજ રજૂ કરીને દસ્તાવેજ બનાવી દેવાયા. આ ઉપરાંત ટીડીઓનો બોગસ બિનખેતીનો હુકમ પણ રજૂ કરીને સબ-રજિસ્ટ્રાર કચેરીને ગેરમાર્ગે દોરવામાં આવી. આ કિસ્સામાં મૂળ માલિક એવા કંથારિયા પરિવારના બોગસ સહી સિક્કા કરવામાં આવ્યા તેના પ્રમાણ એક્સપર્ટ Agrawal Associate નું સમર્થન પત્રક રજૂ કરવામાં આવ્યા છે. આ કિસ્સામાં વારંવાર જિલ્લા કલેકટર અને Police Comissioner ને ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.
બિલ્ડર મનહર કાંકડિયાએ કહ્યું આર્શીવાલ વિલામાં કરવામાં આવેલી ગેરરિતીના કિસ્સામાં જમીન બિનખેતી નહી થઇ હશે અને જો તેઓ દ્વારા કોઇ ગફલત કરવામાં આવી હશે તો તેઓ ચોક્કસ આ ભૂલ સુધારશે. આ મામલો રાજ્ય સરકાર અને અમારી વચ્ચેનો છે, તેમાં અન્ય લોકો શા માટે વચ્ચે આવી રહ્યાં છે. કેટલાક તત્વો અમને બ્લેક મેઇલિંગ કરી રહ્યાં છે, અમે આ મામલે ટૂંક સમયમાં વિધીવત રીતે ખુલાસો કરીશુ. સમય આવે હું મારી પાસે રહેલા તમામ પુરાવા રજૂ કરીશ.