જામનગર જિલ્લામાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ.
23 થી 25 જૂન દરમિયાન યોજાશે મહોત્સવ.
મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન.
જામનગર જિલ્લામાં આજથી ત્રિ દિવસીય શાળા પ્રવેશોત્વ અને કન્યા કેળવણી મહોત્વની ઉજવણી કરવામાં આવશે. જેમાં જિલ્લાની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કુલ 26,990 બાળકો પ્રવેશ મેળવશે.
રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણીના વિશેષ અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ વહીવટી અને શિક્ષણ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત જિલ્લાના તમામ તાલુકાઓમાં પ્રવેશપાત્ર બાળકોને શાળામાં દાખલ કરાવવા, શાળા છોડનાર બાળકોને પુનઃ શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવા તેમજ કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારના મંત્રીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ તથા લોકપ્રતિનિધિઓ વિવિધ શાળાઓની મુલાકાત લઈ બાળકોનું સ્વાગત કર્યું છે.
જામનગર જિલ્લામાં સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કુલ 26,990 બાળકો પ્રવેશ મેળવશે. જેમાં આંગણવાડીમાં 3794, બાલવાટિકા-2માં 7025, ધોરણ-1 માં 8477, ધોરણ-9માં 5480 તેમજ ધોરણ-11 માં 2214 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.શાળા પ્રવેશોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ, કન્યા શિક્ષણ અંગે જાગૃતિ, વાલી સંપર્ક અભિયાન તથા શાળા છોડનાર બાળકોના પુનઃ પ્રવેશ માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વાલીઓ, શિક્ષકો, ગ્રામજનો અને આગેવાનોને શિક્ષણના મહાયજ્ઞમાં સહભાગી બની દરેક બાળકને શિક્ષણના અધિકાર સાથે જોડવા અને વિકસિત ગુજરાતના નિર્માણમાં સહયોગ આપવા અનુરોધ કર્યો છે.કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

