Site icon hindtv.in

માંડવી નગરપાલિકા ખાતે જન કલ્યાણ શિબિરનો પ્રારંભ

માંડવી નગરપાલિકા ખાતે જન કલ્યાણ શિબિરનો પ્રારંભ
Spread the love

માંડવી નગરપાલિકા ખાતે જન કલ્યાણ શિબિરનો પ્રારંભ
સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને શિબિર ખુલ્લી મુકાઈ
મામલતદાર જયપ્રકાશ મિસ્ત્રી અને પ્રમુખ અમિષાબેન રાઠોડ ઉપસ્થિત રહ્યા
મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધન કરીને યોજનાની માહિતી આપી

સુરત જીલ્લા માંડવી નગરપાલિકા ખાતે જન કલ્યાણ શિબિર સાંસદ પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષતામાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં માંડવી મામલતદાર જયપ્રકાશ ભાઈ મિસ્ત્રી તથા પાલિકા પ્રમુખ અમિષાબેન રાઠોડ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અધ્યક્ષ સાંસદ સભ્ય વસાવા એ જણાવ્યું હતું, કે નાના નાના લોકોના તેમજ જરૂરીયાત મંદ લોકોના કાર્યો માટે સરકારશ્રી દ્વારા 15 જેટલા સ્ટોલો ગોઠવવામાં આવ્યા હતા. જેનાથી લોકોને સીધા જનકલ્યાણ યોજનાનો લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા તાલુકા મથકે નગરપાલિકા કક્ષાએ જન કલ્યાણ શિબિર યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે આજ રોજ માંડવી નગરપાલિકા ખાતે જન કલ્યાણ શિબિર સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકવામાં આવ્યું હતું જેથી જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેમ જ સાંસદ પ્રભુભાઈ વસાવા એ ગંભીરતાપૂર્વક જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં વધુ વધુ વધુમાં વધુ અકસ્માતો સુરત જિલ્લાના માંડવી ઝંખવાવ રોડ પર ખૂબ જ મોટા પ્રમાણમાં ફેટલ થાય છે જે માટે યુવાધનોને ગંભીરતાપૂર્વક ટકોર કરી હતી અને આ અકસ્માતમાં કોઈનો લાડકવાયો દીકરો તથા બહેનનો ભાઈ અકસ્માત નો ભોગ ન બને જે માટે ગંભીરતાપૂર્વક વાહન ચલાવવું જરૂરી છે. અને આરટીઓ વિભાગ દ્વારા જનજાગૃતિ અભિયાન દ્વારા લોક જાગૃતિ લાવવા ભાર મુકવા જણાવ્યું હતું . આ પ્રસંગે માંડવી મામલતદાર જયપ્રકાશ મિસ્ત્રી, ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ, માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ ભાઈ રાવળ,પાલિકા પ્રમુખ અમિષાબેન પટેલ, ઉપપ્રમુખ પ્રવિણસિંહ અટોદરિયા, કારોબારી અધ્યક્ષ સુનિલકુમાર રબારી, યોગેશભાઈ ચૌધરી, પિનાલી બેન ઉપાધ્યાય સંગઠનના હોદ્દેદારો, પાલિકાના સભ્યો તેમજ વિવિધવિભાગના અધિકારીઓ તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતે આભાર વિધિ કારોબારી અધ્યક્ષ સુનિલકુમાર રબારી એ કરી હતી

Exit mobile version