ભાવનગર-મુંબઇ વચ્ચે વિમાની સેવાનો પ્રારંભ.

Featured Video Play Icon
Spread the love

ભાવનગર-મુંબઇ વચ્ચે વિમાની સેવાનો પ્રારંભ.
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીના હસ્તે થશે પ્રારંભ.

ભાવનગર-મુંબઇ વચ્ચે વિમાની સેવાનો કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીના હસ્તે થશે પ્રારંભ.

ભાવનગર એરપોર્ટ કે જ્યાં 8 માસથી વિમાની સેવા બંધ હતી તેનો ફરીથી આવતીકાલથી પ્રારંભ થઇ રહ્યો છે.જેને લઈને આજે ભાવનગર એરપોર્ટ ઓથોરિટી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી હતી.જેમાં દરરોજ ભાવનગર થી મુંબઈ જવા આવવા માટે ઈન્ડિગો એરલાઇન્સની વિમાની સેવાનો આવતીકાલે સવારે 8.10 કલાકે કેન્દ્રીય ઉડ્ડયનમંત્રી કે.રામમોહન નાયડુના હસ્તે પ્રારંભ કરાવવામાં આવશે તેની સાથે કેન્દ્રિય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા, કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણી તેમજ ભાવનગર અને બોટાદ જિલ્લાના ભાજપના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે.

ભાવનગર એરપોર્ટ કે જે વિવિધ અનુકૂળતાઓ ધરાવતું એરપોર્ટ છે. ત્યારે શરૂ થતી ભાવનગર-મુંબઇ વચ્ચેની વિમાની સેવા મહત્વપૂર્ણ બની રહેશે. સવારે 8.50 કલાકે પેસેન્જર મુંબઇ જવા રવાના થશે અને સાંજે પોતાનું કામ પૂર્ણ કરી ભાવનગર પરત ફરી શકે એમ બે ફલાઇટ દરરોજ અવરજવર કરશે.ત્યારે આવતીકાલે મંત્રીના હસ્તે મુસાફરી કરતા લોકોને બોર્ડિંગ પાસ એનાયત કરી વિમાની સેવાનો પ્રારંભ કરાવવામાં આવશે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *