Site icon hindtv.in

સુરતના લિંબાયત વિસ્તારમાં વધી રહેલી ગુનાખોરી ડામવા કોમ્બિંગ

સુરતના લિંબાયત વિસ્તારમાં વધી રહેલી ગુનાખોરી ડામવા કોમ્બિંગ
Spread the love

સુરતના લિંબાયત વિસ્તારમાં વધી રહેલી ગુનાખોરી ડામવા કોમ્બિંગ
ગુનાખોરી ડામવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ મેદાને
ઉચ્ચ અધિકારીઓએ લિંબાયત વિસ્તારમાં કોમ્બિંગ કર્યુ

સુરતના લિંબાયત વિસ્તારમાં વધી રહેલી ગુનાખોરી ડામવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ મેદાને આવી ગયા હોય તેમ અધિક પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓએ લિંબાયત વિસ્તારમાં કોમ્બિંગ કર્યુ હતું. જેને લઈ ગુનેગારોમાં ફફડાટ જોવા મળ્યો હતો.

સુરતમાં હાલ ગુનેગારો બેફામ બનતા પોલીસ પણ કડક કાર્યવાહી માટે મેદાને આવી ગઈ છે. ત્યારે સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ અધિક પોલીસ કમિશનર બલરામ મિણાની આગેવાનીમાં ઈન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર, મદદનીશ પોલીસ કમિશનર અને લિંબાયત પીઆઈની ટીમ સહિત નાઓ દ્વારા લિંબાયત વિસ્તારમાં કોમ્બિંગ કરાયુ હતું. સંવેદનશીલ વિસ્તારો સહિતની જગ્યાઓ પર કોમ્બિંગ, વાહન ચેકીંગ સહિતનુ કરી આરોપીઓ પાસેથી ઘાત્ક હથિયારો પણ કબ્જે કર્યા હતાં. તો પોલીસ કોમ્બિંગથી અસામાજિક તત્વોમાં ડર જોવા મળ્યો હતો.

Exit mobile version