સુરતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને ધ્યાને લઈ કોમ્બિંગ
અશ્વનિકુમાર પોલીસ દ્વારા કોમ્બિંગનુ આયોજન કરાયુ
શંકાસ્પદ ઈસમો સામે નજર સાથે હીસ્ટ્રીશીટરોની તપાસ
સુરતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને ધ્યાને લઈ અશ્વનિકુમાર પોલીસ દ્વારા કોમ્બિંગનુ આયોજન કરાયુ હતુ જેમાં શંકાસ્પદ ઈસમો સામે નજર રાખવાની સાથે હીસ્ટ્રીશીટરોની તપાસ કરાઈ હતી.
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને ધ્યાને લઈ અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન દ્વારા કોમ્બિંગનુ આયોજન કરાયુ હતું. પોલીસ મથક વિસ્તારમાં શંકમંદ ઈસમો પર નજર રાખવાની સાથે હિસ્ટ્રીશીટરો અને ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલાઓની તપાસ કરાઈ હતી. તો પોલીસ દ્વારા ચુંટણી સમયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેને ધ્યાને લઈ સઘન ચેકિંગ, પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબુત બનાવાઈ છે. તો પોલીસ દ્વારા જનતાને પણ અપીલ કરાઈ હતી કે કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જળાય તો તાત્કાલિક જાણ કરવી.

