Site icon hindtv.in

સુરત :સચીન વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયુ

સુરત :સચીન વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયુ
Spread the love

 

સુરત :સચીન વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયુ
ગુનાઓ પર અસરકારક નિયંત્રણ લાવવા માટે કોમ્બિંગ હાથ ધરાયુ

સુરતની સચીન પોલીસે પોતાના વિસ્તારમાં અસામાજિક તત્વો વિરૂદ્ધ કડક પગલા લેવા કોમ્બિંગ હાથ ધર્યુ હતુ જેમાં અનેક લોકો કે જેઓ કાયદાનુ પાલન ન કરતા હોય તેઓ સામે દંડાત્મક સહિતની કાર્યવાહી કરાઈ હતી.

સુરતની સચીન પોલીસ મથકનો સ્ટાફ પોતાના વિસ્તારમાં અસામાજિક તત્વો વિરૂદ્ધ કડક પગલા લેવા માટે તથા મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનાઓ પર અસરકારક નિયંત્રણ લાવવા અને ગુનેગારો પર સર્વેલન્સ રાખવા કોમ્બીંગ હાથ ધર્યુ હતું. સુર તપોલીસ કમિશનરના આદેશને લઈ સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ, નાયબ પોલીસ કમિશનર ઝોન છની સુચના અને માર્ગદર્શન હેઠળ મદદનીશ પોલીસ કમીશન આઈ ડીવીઝનના સુપરવિઝન હેઠળ સચીન પી.આઈ. પી.એન. વાઘેલા સહિત પોલીસ મથકના 53 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓએ કોમ્બિંગ કર્યુ હતું અને પ્રોહિબિશન, ભાડુઆતી, તમાકુ, હિસ્ટ્રીશીટર, ટપોરી, શકમંદ, સહિતનાઓની તપાસ કરી હતી. તો કાયદાનુ પાલન ન કરનારાઓને દંડ ફટકારવા સહિતની કામગીરી કરાઈ હતી.

Exit mobile version