સુરતના મહિધરપુરા પોલીસ મથક વિસ્તારમાં કોમ્બિંગ
ડીસીપી ઝોન 3 ની આગેવાનીમાં ડે કોમ્બિંગ સાથે વાહન ચેકિંગ
સુરતના મહિધરપુરા પોલીસ મથક વિસ્તારમાં ગોલવાડ ખાતે ડીસીપી ઝોન 3 ની આગેવાનીમાં ડે કોમ્બિંગ સાથે વાહન ચેકિંગ કરાયુ હતું.
સુરતમાં ગુનાખોરી ડામવા પોલીસ મેદાને આવી ગઈ છે. ત્યારે સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ નાયબ પોલીસ કમિશનર ઝોન 3 રાઘવ જૈનની આગેવાનીમાં મહિધરપુરા પોલીસ મથકની હદમાં આવેલ ગોલવાડ વિસ્તારમાં ડે કોમ્બિંગ અને વાહન ચેકીંગનુ આયોયન કરાયુ હતું. જેથી સ્થાનિક વિસ્તારના માથાભારે અને અસામાજિક તત્વોમાં રીતસરનો ફફડાટ જોવા મળ્યો હતો.
