Site icon hindtv.in

સુરતની અઠવા પોલીસ દ્વારા કોમ્બીંગ

સુરતની અઠવા પોલીસ દ્વારા કોમ્બીંગ
Spread the love

સુરતની અઠવા પોલીસ દ્વારા કોમ્બીંગ
ગેરકાયદે પ્રવૃત્તિ ન થાય અને સુલેહ શાંતિ જળવાઈ
ફુટ પેટ્રોલિંગ અને વાહન ચેકીંગ સાથે કોમ્બીંગ હાથ ધર્યુ

સુરતની અઠવા પોલીસ દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિ ન થાય અને સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે પોતાના વિસ્તારમાં કોમ્બીંગ કરી અસરકારક કામગીરી હાથ ધરી હતી.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર ડામોર, નાયબ પોલીસ કમિશનર નિધી ચૌધરી અને મદદનીશ પોલીસ કમિશનર મલ્હોત્રાના માર્ગદર્શન હેઠળ પીઆઈ આઈએમ હુદડ અને મકવાણાની ટીમે તમામ પીએસઆઈની હાજરીમાં પોતાના વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી પોતાના વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે ફુટ પેટ્રોલિંગ અને વાહન ચેકીંગ સાથે કોમ્બીંગ હાથ ધર્યુ હતું. જેને લઈ અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Exit mobile version