Site icon hindtv.in

સુરતમાં આવનાર તહેવારોને લઈ કોમ્બિંગ અને ફુટ પેટ્રોલિંગ

સુરતમાં આવનાર તહેવારોને લઈ કોમ્બિંગ અને ફુટ પેટ્રોલિંગ
Spread the love

સુરતમાં આવનાર તહેવારોને લઈ કોમ્બિંગ અને ફુટ પેટ્રોલિંગ
અઠવા પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ
અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળ્યો

સુરતમાં આવનાર તહેવારોને લઈ અઠવા પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ અને ફુટ પેટ્રોલિંગ હાથ ધરાયુ હતુ જેને લઈ અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળ્યો હતો.

સુરતના અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો કાફલો ઉતર્યો હતો અને સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. બે પોલીસ ઈન્સ્પેક્ટર અને ચાર પીએસઆઈ સહિતના કાફલા સાથે અઠવા પોલીસે સંવેદનશીલ વિસ્તાર એવા નાનપુરા જમરૂખ ગલી અને ખંડેરાવપુરામાં ચેકિંગ હાથ ધર્યુ હતું. નાય પોલીસ કમિશનર ઝોન 4 ના માર્ગદર્શન હેઠળ અઠવા પોલીસે પુટ પેટ્રોલિંગ કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Exit mobile version