Site icon hindtv.in

સોનગઢમાં પીડીડી તાપી અને મુસ્લિમ પટેલ સમાજના સંયુક્ત

સોનગઢમાં પીડીડી તાપી અને મુસ્લિમ પટેલ સમાજના સંયુક્ત
Spread the love

સોનગઢમાં પીડીડી તાપી અને મુસ્લિમ પટેલ સમાજના સંયુક્ત
ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો: ૩૦ યુનિટ રક્ત એકત્રિત કરાયો

માનવતા અને સામાજિક જવાબદારીના ભાગરૂપે સોનગઢ શહેરના અગ્રેસન ભવન ખાતે ‘પીડીડી તાપી’ (પીડીડીતાપી) દ્વારા એક વિશિષ્ટ સાર્વજનિક ડોનેશન અને રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ રક્તદાન શિબિરમાં મુસ્લિમ પટેલ સમાજના યુવાનો અને અગ્રણીઓએ ઉત્સાહભેર ભાગ લઈને અંદાજિત ૩૦ બોટલ (યુનિટ) જેટલું મૂલ્યવાન રક્તદાન કરી કોમી એકતા અને માનવસેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય ઈમરજન્સી અને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર લોહી મળી રહે તથા સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ આવે તેવો હતો. આયોજકો અને રક્તદાતાઓએ જણાવ્યુ હતું કે, આપણું એક યુનિટ રક્ત કોઈ નિરાધાર કે ગંભીર બીમાર વ્યક્તિ માટે જીવનદાન સાબિત થઈ શકે છે. સ્વસ્થ સમાજના નિર્માણ માટે દરેક નાગરિકે રક્તદાન જેવા પુણ્યકાર્યમાં જોડાવું જોઈએ. કાર્યક્રમને સફળ બનાવવા માટે PDD તાપીની ટીમ, મુસ્લિમ પટેલ સમાજના કાર્યકરો અને અગ્રેસન ભવનના ટ્રસ્ટીઓએ ભારે જિહમત ઉઠાવી હતી. સ્થાનિકોએ આ ભગીરથ કાર્યને બિરદાવી આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા..

Exit mobile version