સુરતના મોટા વરાછા ખાતે બ્રિજ પર કલર કામ
યુવાન બેલેન્સ ગુમાવી તાપીમાં પડતા શોધખોળ
બનાવને લઈ ઘટનાની જાણ ફાયર વિભાગને કરાઈ
સુરતના મોટા વરાછા ખાતે બ્રિજ પર કલર કામ કરી રહેલો યુવાન બેલેન્સ ગુમાવી તાપીમાં પડતા ફાયરે તેની શોધખોળ હાથ ધરી હતી.
સુરતના મોટા વરાછામાં આવેલા સવજી કોરાટ બ્રિજ પર કલરકામ કરી રહેલો યુવક બેલેન્સ ગુમાવતા તાપી નદીમાં ખાબક્યો હતો. તો બનાવને લઈ ઘટનાની જાણ ફાયર વિભાગને કરાઈ હતી જેથી તાત્કાલિક ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને યુવકની શોધખોળ શરુ કરવામાં આવી હતી.

