સુરતના સરદાર બ્રિજ પાસે ટેન્કર અને કાર વચ્ચે અથડામણ
જોરદાર અથડામણમાં કારના આગળના ભાગને ભારે નુકસાન
અકસ્માત બાદ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ
સુરતના સરદાર બ્રિજ પાસે ટેન્કર અને કાર વચ્ચે થયેલી જોરદાર અથડામણમાં કારના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત બાદ થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
સુરતના સરદાર બ્રિજ નજીક ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે કારના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાના પગલે રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ અને ટ્રાફિક વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા ફરી શરૂ કરાવવા કામગીરી હાથ ધરી હતી.

