ભાવનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કલેકટરની અપીલ
ચૂંટણી ભયમુક્ત અને નિષ્પક્ષ રીતે મહત્તમ મતદાન કરવા અપીલ
મતદાન મથકોની મુલાકાત લઈ મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાવનગર કલેકટરએ સીદસર, ખાખરીયા અને વળાવડ પ્રાથમિક શાળાઓ સહિત વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈ મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું
સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભયમુક્ત અને નિષ્પક્ષ રીતે મહત્તમ મતદાન કરવા જિલ્લા કલેકટરે અપીલ કરતા સીદસર, ખાખરીયા અને વળાવડ પ્રાથમિક શાળાઓ સહિત વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈ મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું, હિટવેવને ધ્યાનમાં રાખી વહેલાં મતદાન કરવા અનુરોધ કરતા તમામ મથકો પર જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરી હતી. ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ અંતર્ગતલોકશાહીના મહાપર્વની ઉત્સાહભરી અને શાંતિપૂર્ણ શરૂઆત થઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ. મનીષકુમાર બંસલે વહેલી સવારે સીદસર, ખાખરીયા અને વળાવડ પ્રાથમિક શાળાઓ સહિત વિવિધ મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લઈ મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
કલેક્ટરે જણાવ્યું હતું કે, જિલ્લામાં તમામ મતદાન મથકો પર મતદારો માટે પાણી, છાંયડો અને મેડિકલ સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. હિટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે નાગરિકોને વહેલા મતદાન કરવા અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં નાગરિકોને ભયમુક્ત અને નિષ્પક્ષ રીતે મહત્તમ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરતાં જણાવ્યું હતું કે જિલ્લામાં હાલ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. સવારે ૭:૦૦ વાગ્યાથી શરૂ થયેલ મતદાન પ્રક્રિયા સાંજે ૬:૦૦ વાગ્યા સુધી ચાલુ રહેશે, જેમાં તમામ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. મતદાન કરવું એ આપનો અધિકાર જ નહીં પરંતુ લોકશાહી પ્રત્યેની જવાબદારી પણ છે.તેમ તેમણે ઉમેર્યું હતું.

