Site icon hindtv.in

માંડવી-અરેઠ તાલુકાના સરપંચોની સામૂહિક રજૂઆત

માંડવી-અરેઠ તાલુકાના સરપંચોની સામૂહિક રજૂઆત
Spread the love

માંડવી-અરેઠ તાલુકાના સરપંચોની સામૂહિક રજૂઆત
16મા નાણાપંચની ₹6 લાખની મર્યાદા સામે આવેદન
ટાઈડ-અનટાઈડ ગ્રાન્ટની વિસંગતતા દૂર કરવાની માંગ
વહીવટી પ્રક્રિયામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા રજૂઆત

માંડવી અને અરેઠ તાલુકાના સરપંચો દ્વારા આજે વિવિધ માંગણીઓને લઈને માંડવી પ્રાંત અધિકારીને સામૂહિક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 16મા નાણાપંચની નવી માર્ગદર્શિકા મુજબ કામની ₹6 લાખની મર્યાદા, ટાઈડ-અનટાઈડ ગ્રાન્ટની વિસંગતતા અને વહીવટી પ્રક્રિયામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવાની માંગ કરવામાં આવી છે.

માંડવી અને અરેઠ તાલુકાના તમામ સરપંચો દ્વારા સામૂહિક રીતે માંડવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 16મા નાણાપંચની નવી માર્ગદર્શિકા મુજબ ₹6 લાખની કામની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત ટાઈડ અને અનટાઈડ ગ્રાન્ટની વિસંગતતા તેમજ વહીવટી પ્રક્રિયામાં પડતી મુશ્કેલીઓને દૂર કરવા અંગે સરપંચોએ રજૂઆત કરી હતી. સરપંચોએ જણાવ્યું હતું કે, દરેક ગ્રામ પંચાયતની ભૌગોલિક પરિસ્થિતિ અલગ-અલગ હોય છે. ત્યારે તમામ ગ્રામ પંચાયતો માટે એકસરખી કાર્યપદ્ધતિ લાગુ કરવી વ્યવહારુ નથી. આથી જે તે ગ્રામ પંચાયતની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કામની મર્યાદા અને સત્તા નક્કી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ પ્રસંગે માંડવી સરપંચ એસોસિયેશનના પ્રમુખ કમલેશભાઈ ચૌધરી, મિતુલભાઈ ચૌધરી સહિત માંડવી અને અરેઠ તાલુકાના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું..

Exit mobile version