Site icon hindtv.in

પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે ગીત શેર કર્યું

પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે ગીત શેર કર્યું
Spread the love

પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે ગીત શેર કર્યું
સોશ્યલ મીડિયા પર વડાપ્રધાનને આવકારતું ગીત શૅર કર્યું
ભારત કા પરચમ લહેરાયા હૈ નું ગીત સોસીયલ મીડિયામાં વાયરલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સમુદ્રી વ્યાપારને લગતા અનેક કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે ગુજરાતની મુલાકાતે છે, ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોશ્યલ મીડિયા પર વડાપ્રધાનને આવકારતું એક ગીત શૅર કર્યું છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શહેર કરે વીડિયોમાં ભારત કા પરચમ લહેરાયા હૈ.. આ ગીતમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની નવી ઉંચાઈને સ્પર્શી રહ્યો છે તે દર્શાવવામાં આવ્યું છે. દેશના સામાન્યમાં સામાન્ય લોકો સાથે વડાપ્રધાન જે સહજતાથી ભળી જાય છે, જે રીતે ગરીબ વ્યક્તિની કાળજી રાખે છે, અને જે રીતે તેમણે જનહૃદયમાં સ્થાન બનાવ્યું છે, તે આ ગીતમાં રજૂ કરાયું છે. આ ગીતમાં દેશના કરોડો લોકોની વડાપ્રધાન મોદી પ્રત્યેની લાગણીનો પડઘો ઝીલવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચંદ્રયાન મિશનથી ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો પ્રથમ દેશ બન્યો એ સિદ્ધિને પણ આ ગીતમાં વણી લેવાઈ છે. ઓપરેશન સિંદૂર જેવી સૈન્ય કાર્યવાહી દ્વારા દેશની માતાઓ-બહેનોના સિંદૂરની લાજ રાખવા વડાપ્રધાન મોદી સમર્પિત છે, તે પણ આ ગીતમાં ભાવવહી રીતે વણી લેવામાં આવી છે. આ ગીતમાં રાષ્ટ્રીય સુરક્ષા અને દેશની બહેનોના સન્માનની વાત પણ ભાવવાહી રીતે વ્યક્ત કરવામાં આવી છે. ‘ઓપરેશન સિંદૂર’ જેવી સૈન્ય કાર્યવાહીનો ઉલ્લેખ કરીને એ દર્શાવવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદી દેશની માતાઓ અને બહેનોના સિંદૂરની લાજ રાખવા માટે કટિબદ્ધ છે. આ ભાવના દેશના નાગરિકોમાં સુરક્ષાની ભાવના અને રાષ્ટ્રીય ગૌરવને વધુ મજબૂત કરે છે. ગીતમાં ભારતના વિકાસની ગાથાને પણ આલેખવામાં આવી છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતે આર્થિક, સામાજિક અને ટેકનોલોજીકલ ક્ષેત્રે જે પ્રગતિ કરી છે, તેને ‘ભારત કા પરચમ લહેરાયા હૈ’ ગીત દ્વારા સચોટ રીતે વ્યક્ત કરવામાં આવી છે. આ ગીત ભારતના દરેક નાગરિકમાં રાષ્ટ્રીય ગૌરવ અને આત્મવિશ્વાસની ભાવના જગાડે છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version