સુરતના કાપડના વેપારી પાસેથી કાપડ લઇ ઠગાઈ
કાપડનો માલ મેળવીને તેનુ પેમેન્ટ નહીં ચુકવીને પેઢીઓ બંધ કરી
નાસતા ફરતા આરોપીઓને મહિધરપુરા પોલીસે ઝડપી પાડ્યા
સુરતના કાપડના વેપારી પાસેથી લાખોનો કાપડનો માલ મેળવીને તેનુ પેમેન્ટ નહીં ચુકવીને પેઢીઓ બંધ કરી દીધી હોય જે ગુનામાં નાસતા ફરતા આરોપીઓને મહિધરપુરા પોલીસે ઝડપી પાડ્યા છે.
સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમ ગહલૌત તથા ખાસ પોલીસ કમિશ્નર જામીર દ્વારા છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગુનાના આરોપીઓ પકડી પાડવા સુચનાઓ આપી હોય જેને લઈ નાયબ પોલીસ કમિશ્નર રાઘવ જૈન, મદદનીશ પોલીસ કમિશ્નર આરઆર આહિરની સુચના મુજબ પીઆઈ એનએચ બ્રહ્મભટ્ટની ટીમના પીએસઆઈ એસએ અસનાની માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ અજીતસિંહ તથા વિજયને મળેલી બાતમીના આધારે કાપડ માર્કેટમાં લાખોની ઠગાઈ આચરનાર બે ઠગો તુષાર બાબુ વાડદોરીયા અને ઉર્વેશ દેવરાજ ધામેલીયાને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

