Site icon hindtv.in

સુરતમાં કાપડ વેપારીઓનો સંપર્ક કરી ઠગાઈ

સુરતમાં કાપડ વેપારીઓનો સંપર્ક કરી ઠગાઈ
Spread the love

સુરતમાં કાપડ વેપારીઓનો સંપર્ક કરી ઠગાઈ
કાપડનો માલ ઉધારીમાં લઈ જઈ રૂપિયા ન આપી લાખોની ઠગાઈ
ઠગ અર્પિતકુમાર રાજેન્દ્રસંઘ ધોત્રાને સારોલી પોલીસે ઝડપી પાડ્યો

સુરતમાં કાપડ વેપારીઓનો સંપર્ક કરી કાપડનો માલ ઉધારીમાં લઈ જઈ રૂપિયા ન આપી લાખોની ઠગાઈ આચરનાર ઠગને સારોલી પોલીસે ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એસઆર વેકરીયાની ટીમ પીએસઆઈ એચએલ દેસાઈના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ રમેશભાઈ અને અહેકો અરવિંદભાઈ તથા અપોકો ભાવિકબાઈને મળેલી બાતમીના આધારે કાપડ વેપારીઓને વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી ઉધારીમાં કાપડનો જથ્થો લઈ જઈ ઠગાઈ આચરનાર ઠગ એવા અર્પિતકુમાર રાજેન્દ્રસંઘ ધોત્રાને ઝડપી પાડ્યો હતો. આરોપી વિરૂદ્ધ 21 લાખ 5 હજારથી વધુની ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી. હાલ તો સારોલી પોલીસે ઠગની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version