Site icon hindtv.in

સુરતના લિંબાયત ખાતે આવેલી સરકારી શાળામાં સાફ સફાઈ

સુરતના લિંબાયત ખાતે આવેલી સરકારી શાળામાં સાફ સફાઈ
Spread the love

સુરતના લિંબાયત ખાતે આવેલી સરકારી શાળામાં સાફ સફાઈ
ભર તડકામાં બાળકો પાસે સાફ સફાઈ કરાઈ હોવાનો વિડીય વાયરલ
શિક્ષણ સમિતિ દ્વારા તપાસના આદેશ અપાયા

સુરતના લિંબાયત ખાતે આવેલી સરકારી શાળામાં ભર તડકામાં બાળકો પાસે સાફ સફાઈ કરાઈ હોવાનો વિડીય વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. તો આ મામલે શિક્ષણ સમિતિ દ્વારા તપાસના આદેશ અપાયા છે.

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી સરકારી શાળા ભર તડકામાં બાળકો પાસે શાળાની સાફ સફાઈ કરાવાઈ હતી. જે વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓ પાસે ગ્રિલ અને શાળાના પટાંગણની સાફસફાઈ કરાઈ હતી. અભ્યાસ માટે આવતા બાળકોને અભ્યાસના બદલે કાળી મજૂરી કરાવાઈ હોવાનો ઉલ્લેખ પણ કરાયો છે. શાળાના શિક્ષકોની હાજરીમાં જ બાળકો પાસે સાફસફાઈ કરાવાઈ હોવાનુ સામે આવ્યા બાદ શાળાના આચાર્ય એ કહ્યું હતુ કે ભૂલ સ્વીકારીએ છે, હવે પછી આવું નહીં થાય. અમારો ઉદેશ્ય બાળકો પાસે સાફસફાઈ નો નહોતો પરંતુ વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા જળવાય અને જનજાગૃતિ માટેનો ઉદેશ્ય હતો. બીજી તરફ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વાયરલ વીડિયોને ગંભીરતાપૂર્વક લેવાયો હતો.

આ અંગે સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યુ હતુ કે આ બાબત યોગ્ય નથી. વિડિઓ જોયો છે, જેમાં બાળકો પાસે સાફસફાઈ કરાવાઈ છે, શિક્ષણ સમિતિ દ્વારા સર્વ શિક્ષા અભિયાન હેઠળ ગ્રાન્ટ આપવામાં આવે છે. ઉપરાંત હાલ જ સાફ સફાઈ માટે વધારાની ગ્રાન્ટ પણ પૂરી પડાઈ છે. સફાઈ માટે શાળામાં કર્મચારીઓ છે, જેના પાસે સાફસફાઈ કરાવવાની હોય છે. આ બાબતને સમિતિ ગંભીરતાથી લે છે, અને નિરીક્ષકોની ટીમ શાળાએ સ્થળ તપાસ માટે મોકલાશે. જે ટીમના રિપોર્ટ બાદ કસૂરવારો સામે ચોક્કસથી પગલા ભરાશે. આ ઉપરાંત જાહેર પરિપત્ર પણ બહાર પાડવામાં આવશે, જે તમામ સમિતિની શાળાઓને મોકલવામાં આવશે. અને તેમાં જણાવાશે કે શાળાઓમાં બાળકો પાસે સાફસફાઈ કરાવવાની રહેતી નથી.

Exit mobile version