સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતા અભિયાન પૂરજોશમાં
હોસ્પિટલ પરિસરને સ્વચ્છ બનાવવા સફાઈ અભિયાન યોજાયું
ડોક્ટરોથી લઈને નર્સિંગ સ્ટાફ અને કર્મચારીઓ સફાઈમાં જોડાયા
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું હોય તેમ સમગ્ર હોસ્પિટલ પરિસરને ચોખ્ખું કરવા માટે ડોક્ટરોથી લઈને નર્સિંગ સ્ટાફ અને કર્મચારીઓ સફાઈ કામગીરીમાં જોડાયા હતાં.
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીને લઈને વિશેષ પહેલ હાથ ધરવામાં આવી હતી. હોસ્પિટલના સમગ્ર પરિસરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સઘન સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં આરએમઓ, ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ સહિત હોસ્પિટલના કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા છે. સફાઈ અભિયાન દરમિયાન હોસ્પિટલ પરિસરમાં પડેલા જૂના અને બિનઉપયોગી સાધનોને કંડેમ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ચાર મહિનાથી નિયમિત સફાઈ કરવામાં આવી રહી છે, જ્યારે દર શનિ-રવિએ વિશેષ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવે છે. અને સ્ટાફને અલગ અલગ વિસ્તાર પ્રમાણે જવાબદારી સોંપવામાં આવી હતી. સ્વચ્છતા અભિયાન સાથે પર્યાવરણ જાળવણી માટે પણ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલના પરિસરમાં આશરે 51 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. સ્વચ્છતા જાળવવા માટે હોસ્પિટલના સ્ટાફ દ્વારા શપથવિધિ પણ યોજાશે. સમગ્ર પહેલનો હેતુ સિવિલ હોસ્પિટલનું પરિસર સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવાનો છે.

