Site icon hindtv.in

સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે સ્વચ્છતા અભિયાન

સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે સ્વચ્છતા અભિયાન
Spread the love

સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે સ્વચ્છતા અભિયાન
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો
સફાઈ અભિયાનમાં મંત્રીએ જાતે ઝાડુ લગાવી સફાઈ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈ શહેરવાસીઓને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. અને ભટાર વિસ્તારના ઉમરાવ નગર ખાતે યોજાયેલા સફાઈ અભિયાનમાં મંત્રીએ જાતે ઝાડુ લગાવી સફાઈ કરી હતી.

રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુરત આગમન પૂર્વે આયોજિત સફાઈ અભિયાન દ્વારા શહેરવાસીઓને સ્વચ્છતા અંગે જાગૃત કરવાનો કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. અને ભટાર વિસ્તારના ઉમરાવ નગર ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે જાહેર માર્ગ પર ઝાડુ લગાવી સફાઈ કરી હતી. તો મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે વર્ષ 2014માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પદભાર સંભાળ્યા બાદ સ્વચ્છતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી હતી, જેના સકારાત્મક પરિણામો આજે દેશભરમાં જોવા મળી રહ્યા છે. કરોડો શૌચાલયોના નિર્માણથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના લોકોને મોટો લાભ મળ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

સીઆર પાટીલે વધુમાં કહ્યુ હતુ કે સુરતને દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ પાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ અને સફાઈ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ આ સિદ્ધિને જાળવી રાખવા માટે સતત પ્રયત્નો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

Exit mobile version