Site icon hindtv.in

ચિત્રા રામદેવનગરમાં મકાનના પ્લાસ્ટર બાબતે માથાકૂટ

ભાવનગર :ચિત્રા રામદેવનગરમાં મકાનના પ્લાસ્ટર બાબતે માથાકૂટ
Spread the love

ચિત્રા રામદેવનગરમાં મકાનના પ્લાસ્ટર બાબતે માથાકૂટ
પ્લાસ્ટરના મુદ્દે બંને પક્ષો વચ્ચે મારામારી, મામલો પોલીસ મથકે
બંને પક્ષોએ D ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવી

ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલ રામદેવનગરમાં મકાનના પ્લાસ્ટર મુદ્દે બે પડોશીઓ વચ્ચે બબાલ સર્જાતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો અને બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ d ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ માથાકૂટ સંદર્ભે પ્રથમ પક્ષે રમેશ જેઠા રાઠોડ ઉંમર વર્ષ 57 રહે રામદેવનગર-૧ ચિત્રા વાળાએ કાળુ લાખા જોગદીયા વિરુદ્ધ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રથમ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી રમેશના મિત્ર ગિરી સુમરા ની કંન્સ્ટ્રકશન સાઈડ નું કામ શરૂ હોય આ મકાન પાસે કાળુ જોગદીયા નું મકાન નું કામ પણ શરૂ હોય જેમાં મકાનના પરિસર બાબતે ગત તારીખ 6 સપ્ટેમ્બર ના રોજ સાંજના સમયે ફરિયાદી રમેશ તેના મિત્ર ગિરીશની કન્સ્ટ્રક્શન સાઇટ પર આવેલો ઓફિસમાં બેઠો હોય ત્યારે આરોપી કાળુ ત્યાં આવ્યો હતો અને રમેશને જેમ ફાવે તેમ ભૂંડા બોલી ગાળો દઈ ધોલ-થપાટ કરી છાતીના ભાગે મૂંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો આ અંગે પોલીસે રમેશ ની ફરિયાદ દાખલ કરી હતી. આ અંગે બીજા પક્ષે કાળું લાખા જોગદીયા ઉંમર વર્ષ 61 રહે બોરડીગેટ વાળાએ રમેશ જેઠા રાઠોડ, યશવંત રમેશ રાઠોડ, આને ગિરીશ સુમરા વિરુદ્ધ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી કાળુંનું મકાન ચિત્રાના ભીમનગર વિસ્તારમાં બની રહ્યું હોય આ મકાનનું પ્લાસ્ટર તેમજ કોમન દિવાલનું પ્લાસ્ટર પણ કરાવ્યું હોય આ વાતને લઈને રમેશ એ ફરિયાદી કાળું સાથે પ્રથમ બોલાચાલી કરી ત્યારબાદ રમેશ તથા તેના પુત્ર યશવંત અને તેના મિત્ર ગિરી સુમરાએ ફરિયાદી કાળું પર ધોકા વડે તેમજ ઈંટ વડે હુમલો કરી લો પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે ડી ડિવિઝન પોલીસે ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ બી એન એસ એક્ટ 118 (1), 115 (2), 352, 351 (3), 314, 54 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી..

Exit mobile version