Site icon hindtv.in

જીટીયુ ની સિવિલ એન્જિનિયરિંગની પરીક્ષાનો મામલો

જીટીયુ ની સિવિલ એન્જિનિયરિંગની પરીક્ષાનો મામલો
Spread the love

જીટીયુ ની સિવિલ એન્જિનિયરિંગની પરીક્ષાનો મામલો
ગત વર્ષનું પેપર આપી દેવાના મામલે એબીવીપીનું પ્રદર્શન
જીટીયુ ખાતે પેપરને લઇને એબીવીપીના કાર્યકરોએ કરી રજૂઆત

જીટીયુ ના સિવિલ એન્જિનિયરિંગ વિભાગના સેમેસ્ટર 7 ના વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમિયાન જોયું કે “પોર્ટ એન્ડ હાર્બર એન્જિનિયરિંગ” પેપર ગયા વર્ષના પેપર જેવું જ હતું. જેને પગલે એબીવીપી એ વિરોધ પ્રદર્શન કર્યું છે

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની પરીક્ષા પ્રણાલીમાં ફરી એકવાર ગંભીર ખામીઓ સામે આવી છે. સિવિલ એન્જિનિયરિંગના સેમેસ્ટર 7 માટે “પોર્ટ એન્ડ હાર્બર એન્જિનિયરિંગ” પેપર ગયા વર્ષના પેપર જેવું જ હતું. આશ્ચર્યજનક રીતે, પેપર બનાવનાર કંપનીએ ફક્ત તારીખ અને વર્ષ બદલી નાખ્યું અને જૂનું પેપર છાપવા માટે પાછું મોકલી દીધું, પ્રશ્નોનો ક્રમ, વાક્યરચના, આંકડા અને આકૃતિઓ બધું જ સમાન હતું. ફક્ત પેપરની ટોચ પર તારીખ અને વર્ષ બદલાયું હતું.વિદ્યાર્થીઓએ તાત્કાલિક કોલેજના પ્રિન્સિપાલ અને GTU અધિકારીઓને ઘટનાની જાણ કરી, ત્યારબાદ આ મામલો વાયરલ થતા હવે ABVP એ વિરોધ પ્રદર્શન કર્યું છે

GTU રજિસ્ટ્રારે ઘટનાની પુષ્ટિ કરી જણાવ્યું હતું કે આ મામલો બોર્ડ ઓફ સ્ટડીઝ કમિટી સમક્ષ ઉઠાવવામાં આવશે. ટેકનિકલ શિક્ષણ નિયામકને પણ જાણ કરવામાં આવશે. પેપર રદ કરવામાં આવશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. GTU પરીક્ષા પ્રણાલીમાં આવી ગેરરીતિઓ પહેલીવાર નોંધાઈ નથી. ૨૦૨૩ માં, બે અલગ અલગ કોલેજોમાં એક જ પેપર લેવામાં આવ્યું હતું. 2024 માં, કેટલાક વિષયોના પેપરમાં અભ્યાસક્રમ બહારના પ્રશ્નો હતા. ૨૦૨૨ માં, પેપર લીકના આરોપોને કારણે રદ કરવું પડ્યું….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version