સુરતના ભાગળ ચાર રસ્તા પર નાગરિક સહાયકા કેન્દ્ર ચોકી
નાગરિક સહાયકા કેન્દ્ર ચોકીનુ પોલીસ કમિશનરના હસ્તે લોકાર્પણ
સુરતના ભાગળ ચાર રસ્તા પર તૈયાર કરાયેલી મહિધરપુરા પોલીસ મથકની નાગરિક સહાયકા કેન્દ્ર ચોકીનુ પોલીસ કમિશનરના હસ્તે લોકાર્પણ કરાયુ હતું.
સુરતમાં વધતી જતી જનસંખ્યાને લઈ પોલીસ સ્ટેશનો સાથે ચોકીઓ પણ વધારાઈ રહી છે. ત્યારે સુરતના મહિધરપુરા પોલીસ મથકમાં સમાવિષ્ટ ભાગળ ચાર રસ્તા ખાતે નાગરિક સહાયકા કેન્દ્ર એટલે કે પોલીસ ચોકીનુ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતનો હસ્તે લોકાર્પણ કરાયુ હતું. આ સમયે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ સાથે શહેરના પ્રબુદ્ધ નાગરિકો હાજર રહ્યા હતાં.

