પાટણમાં ધારાસભ્યના હોર્ડિંગ ઉતારવા મામલે ચીફ ઓફિસરનું નિવેદન.

Featured Video Play Icon
Spread the love

પાટણમાં ધારાસભ્યના હોર્ડિંગ ઉતારવા મામલે ચીફ ઓફિસરનું નિવેદન.
ધારાસભ્યને ચોકીદાર બનીને હાજર રહેવું પડે તે તંત્રની જીત
ચીફ ઓફિસર અને ધારાસભ્ય કિરીટ પટેલ સામ-સામે આવી ગયા

પાટણના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના જન્મદિવસની ઉજવણી નિમિત્તે શહેરમાં લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ અને બેનરો ઉતારી લેવાતા મોટો વિવાદ ઊભો થયો છે. આ મામલે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને ધારાસભ્ય કિરીટ પટેલ સામ-સામે આવી ગયા છે.

ધારાસભ્ય કિરીટ પટેલના સમર્થકો અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવતા હોર્ડિંગ્સ શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવ્યા હતા. જોકે, નગરપાલિકાના ચીફ ઓફિસરના આદેશથી આ હોર્ડિંગ્સ ઉતારી લેવાની કામગીરી શરૂ કરવામાં આવતા કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિવાદ વકરતા પાટણમાં ધારાસભ્યના હોર્ડિંગ ઉતારવા મામલે ચીફ ઓફિસર હિરલબેનનું નિવેદન સામે આવ્યું છે હોર્ડિંગ્સ ઉતારવાની કાર્યવાહીનો વિરોધ કરવા માટે કોંગ્રેસના કાર્યકરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ દરમિયાન, ચીફ ઓફિસર અને ધારાસભ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. ધારાસભ્ય કિરીટ પટેલે ચીફ ઓફિસર પર ‘ગુંડા’ જેવું વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે ચીફ ઓફિસરે પણ તેમના પર વળતો પ્રહાર કર્યો છે. આ ઘટનાથી પાટણનું રાજકીય વાતાવરણ તંગ બન્યું છે અને આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરવાની શક્યતા છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *