સુરત ડભોલીમાં હથિયાર સાથે સીનસપાટા કરી રહેલા છપરીઓ
છપરીઓને પોલીસે કાયદાનુ ભાન કરાવ્યુ
વાયરલ વિડિઓના આધારે સિંગણપોર પોલીસે કાર્યવાહી કરી
સુરતના સિંગણપોર ડભોલી વિસ્તારમાં બાઈક ઉપર ટ્રિપલ સવારી કરી બંદુર જેવા હથિયાર સાથે સીનસપાટા કરી રહેલા ત્રણ છપરીઓને પોલીસે પકડી કાયદાનુ ભાન કરાવ્યુ હતું.
સુરતના સિંગણપોર ડભોલી વિસ્તારમાં ત્રણ છપરીઓના સીનસપાટા સામે આવ્યા હતાં. જેમાં ટ્રિપલ સવારી પર બંદૂક જેવા જાહેરમાં હથિયાર બતાવી લોકોમાં ભય ફેલાવનારાઓનો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. જે વાયરલ વિડિઓના આધારે સિંગણપોર ડભોલી પોલીસે કાર્યવાહી કરી હતી અને આરોપીઓને પકડી તપાસ કરતા બંદૂક પલાસ્ટીકની હોવાનું સામે આવ્યું હતું. જો કે પોલીસે ત્રણે યુવકેને અટકાયતમાં લઈ કાયદાનુ ભાન કરાવી માફી મંગાવી હતી.

