Site icon hindtv.in

નિઝરમાં મનરેગામાં 28 કુવાનું કામ પૂર્ણ બતાવી રૂપિયા ચાવું

નિઝરમાં મનરેગામાં 28 કુવાનું કામ પૂર્ણ બતાવી રૂપિયા ચાવું
Spread the love

નિઝરમાં મનરેગામાં 28 કુવાનું કામ પૂર્ણ બતાવી રૂપિયા ચાવું
નિઝરના દેવાળાં ગામના લોકોએ કલેકટરને આપ્યું આવેદનપત્ર
દેવાળાંના માજી સરપંચ અને માજી ઉપ સંરપચે ભષ્ટ્રાચાર કર્યો હોવાની રજુઆત

તાપી જિલ્લાના છેવાડે આવેલા નિઝર તાલુકાના દેવાળાં ગામના લોકો કેટલાક સમયથી સ્થાનિક અધિકારીઓને ભષ્ટ્રાચાર અંગે રજૂઆત કરી રહ્યા છે. તેમ છતાં સ્થાનિક અધિકારીઓ દ્રારા દેવાળાં ગામના માજી સરપંચ ધનરાજ ભીલ અને માજી ઉપ સંરપચ યોગેશ રાજપુત વિરુદ્ધ કરેલી ફરીયાદની તપાસ કરી આજદિન સુધી કોઈ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવતા આખરે દેવાળાં ગામના લોકો તાપી કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.

નિઝર તાલુકાનું દેવાળાં ગામ‌ જે કેટલાક વર્ષોથી ભષ્ટ્રાચાર હોવાના આક્ષેપમાં ઘેરાયેલું ગામ છે. જે ગામના લોકો દ્વારા અગાઉ પણ તાપી કલેકટર જિલ્લા વિકાસ અધિકારી સહિત તાલુકા કાના અધિકારીઓ ઓને આવેદનપત્ર આપી ગામમાં ભષ્ટ્રાચાર થયા હોવાના કામોમાં તપાસ માટે માંગ કરી છે. તેમ છતાં આજદિન સુધી કોઈ પ્રકારની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી નથી. જે ભષ્ટ્રાચારનો મુદ્દો ફરી એકવાર ગ્રામ જનોમાં ગરમાયો છે. જેને લઇને ગ્રામજનોએ તાપી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી જણાવ્યું છે કે વર્ષ 2014/15 અને 2021/22 સુધી મહાત્માગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ હેઠળ સામુહિક કુવા તેમજ અન્ય કામો આ માજી સરપંચ ધનરાજ ભીલ અને માજી ઉપ સંરપચ યોગેશ રાજપુતે કર્યા નથી, તેમ છતાં કામો પુર્ણ બતાવીને નાણાં ઉપાડી લેવામા‌ આવેલા છે. જેમાં જણાવ્યું છે કે મહાત્માગાધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ હેઠળ સામોહિક 28 કુવા બનાવેલ ના હોવા છતાં નિઝર તાલુકાના મનરેગા શાખાના કર્મચારીઓ સાથે મળીને તમામ કુવા પુર્ણ બતાવીને ખોટી રીતે સરકારી નાણાં ઉપાડી લેવામા‌ આવ્યા છે. જેની તપાસ કરી દેવાળાં ગામના માજી સરપંચ ધનરાજ ભીલ અને માજી ઉપ સંરપચ અને એપીએમસીના ચેરમેન યોગેશ રાજપુત સહિત નિઝર તાલુકાના મનરેગા શાખાના કર્મચારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવા આવે અને દેવાળાં ગામના 28 કુવાઓ બનાવામા‌ આવે તેવી ગ્રામ જનોએ માંગ કરી છે….

Exit mobile version