Site icon hindtv.in

પર્યુષણ પર્વે કતલખાનામાં તંત્રનું ચેકિંગ

ભાવનગર :પર્યુષણ પર્વે કતલખાનામાં તંત્રનું ચેકિંગ
Spread the love

પર્યુષણ પર્વે કતલખાનામાં તંત્રનું ચેકિંગ
3 દુકાનમાંથી 35 કિલો માંસનો જથ્થો ઝડપાયો
માંસ સાથે હથિયારો પણ જપ્ત કરાયા

હાલમાં જૈન ધર્મના ચાલી રહેલા પર્યુષણ પર્વને લઈને તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું કે સરકારી અથવા તો ખાનગી ધોરણે ચાલતા તમામ કતલખાનાઓ બંધ રાખી કોઈપણ પ્રકારની જીવ હિંસા કરવી નહીં આ

જાહેરનામાનો ઉલ્લંઘન કરી જીવ હિંસા અને ગેરકાયદે મીટનું વેચાણ કરતા કસાઈઓને ત્યાં તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને માત્ર માંસનો જથ્થો કબ્જે કરી કામગીરી કર્યાનો સંતોષ તંત્ર એ માન્યો છે. દર વર્ષે સમગ્ર રાજ્યમાં જૈન ધર્મના મહાપર્વ પર્યુષણ દરમિયાન સરકાર દ્વારા વિશેષ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે કે આ પર્વ દરમિયાન કોઈપણ પ્રકારની જીવ હિંસા ન થાય અને નોનવેજનું વેચાણ ન થઈ શકે તે અંગેનું સ્પષ્ટ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે પરંતુ આમ છતાં ખાનગી ધોરણે કતલખાનાઓ ધમધમતા હોય છે ત્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના સાંઢિયાવાડ વિસ્તારમાં ગેરકાયદે ચાલતા કતલખાનાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આ વિસ્તારમાં આવેલી ત્રણ દુકાનો માંથી 35 કિલો માંસ નો જથ્થો અને કતલ કરવા માટે ઉપયોગમાં લેવાતા હથિયારો કબ્જે કરવામાં આવ્યા હતા માત્ર આટલી જ કામગીરી કરીને જવાબદાર તંત્ર એ સંતોષ માન્યો હતો. આ કામગીરી માટે બી એમ સી ના આરોગ્ય વિભાગ સાથે દબાણ હટાવ સેલ, ફાયર બ્રિગેડ, તથા એસ ડબલ્યુ એમ અને સ્થાનિક પોલીસ ની ટીમ જોડાઈ હતી ગેરકાયદે પશુઓની કતલ અને જાહેરમાં માંસ વેચાણ કરનારાઓ વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ તે અંગે આરોગ્ય વિભાગના અધિકારી સિંન્હાએ ઉત્તર આપવાનું ટાળ્યું હતું….!!! ત્યારે લોકોના મનમાં સવાલ એ ઉદ્ભવે છે કે શું માંસનો જથ્થો કબ્જે કરી લેવાથી પર્યુષણ દરમિયાન જીવ હિંસા બંધ થઈ જશે…?! શું આ કાર્યવાહીથી મટનનું વેચાણ બંધ કરી દેવામાં આવશે…?! સહિતના સવાલો લોકો કરી રહ્યા છે અને ફક્ત મટનનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો વેચાણ કરનાર કસાઈઓ વિરુદ્ધ કોઈ કાયદાકીય પગલાં શા માટે લેવામાં ન આવ્યા સહિતના સવાલો પણ જાગૃત નાગરિકો કરી રહ્યા છે.

કાયદાનો ભંગ થાય એવું કૃત્ય ન કરવું : આરીફ કાલ્વા બીએમસીની આરોગ્ય વિભાગની ટીમ સાંઢીયાવડ વિસ્તારમાં ચેકિંગ માટે નીકળી હોય ત્યારે તેમની સાથે મુસ્લિમ સમાજના અગ્રણી આરીફ ભાઈ કાલ્વા સાથે જોડાયા હતા અને મટન ચિકન નો વેપાર કરતાં વેપારીઓને અનુરોધ કર્યો હતો કે જ્યારે પર્યુષણ પર્વ નિમિત્તે રાજ્ય સરકાર અને કમિશનર દ્વારા પશુઓની કતલ ન કરવા અને મટન-ચિકનનું વેચાણ ન કરવા સ્પષ્ટરૂપે જણાવ્યું છે ત્યારે આ જાહેરનામાનો ભંગ નથાય તે દરેક વેપારીએ જોવું જોઈએ હું મટન ચિકન ના વેપારીઓને અપીલ કરું છું કે પર્યુષણ પર્વ દરમિયાન કોઈપણ પ્રકારની જીવ હિંસા ન કરવી અને પોતાની દુકાનોમાં મટન ચિકનનું વેચાણ ન કરવા જણાવ્યું છે કાયદાનું પાલન કરવું કોઈની લાગણી ન દુભાય તેની તકેદારી રાખવી, કોમી એકતા નો માહોલ અકબંધ રહે તે માટે સહયોગ આપવા આરીફ ભાઈ કાલ્વાએ નોનવેજના વેચાણ સાથે સંકળાયેલા લોકોને વિનંતી કરી હતી.

Exit mobile version