Site icon hindtv.in

સુરતની પ્રેમભારતી સાકેત હિન્દી વિદ્યાલયમાં ડીઈઓનું ચેકીંગ

સુરતની પ્રેમભારતી સાકેત હિન્દી વિદ્યાલયમાં ડીઈઓનું ચેકીંગ
Spread the love

સુરતની પ્રેમભારતી સાકેત હિન્દી વિદ્યાલયમાં ડીઈઓનું ચેકીંગ
સરપ્રાઈઝ વિઝિટ બાદ સ્કૂલની માન્યતા રદ કરવાનો મહત્ત્વનો નિર્ણય

સુરતના ભેસાણ રોડ પર આવેલી પ્રેમભારતી સાકેત હિન્દી વિદ્યાલયમાં ડીઈઓ દ્વારા કરવામાં આવેલી સરપ્રાઈઝ વિઝિટ બાદ સ્કૂલની માન્યતા રદ કરવાનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમે જ્યારે ભેસાણ રોડ સ્થિત પ્રેમભારતી સાકેત હિન્દી વિદ્યાલયની ઓચિંતી મુલાકાત લીધી, ત્યારે ત્યાંના દ્રશ્યો જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. સ્કૂલ કોઈ વિદ્યાનું મંદિર નહીં, પરંતુ એક જર્જરિત ખંડેર જેવી હાલતમાં હતી. સ્કૂલના બારી અને દરવાજા તૂટેલી હાલતમાં લટકતા હતા, જ્યારે વર્ગખંડોમાં ફ્લોરિંગના ઠેકાણા પણ ન હતા. સૌથી ગંભીર બાબત એ હતી કે આ જર્જરિત અને ભયજનક ઈમારતમાં જ વિદ્યાર્થીઓને બેસાડીને શિક્ષણ કાર્ય ચલાવવામાં આવી રહ્યું હતું, જે સીધું જ બાળકોના જીવ સાથેનું જોખમ હતું. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને સ્કૂલની માન્યતા રદ કરવાનો નિર્ણયતેમણે વધુમાં ઉમેર્યું હતું કે,

ગયા વર્ષે પણ આ સ્કૂલના વર્ગો બંધ કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ અપીલમાં ગયા હોવાથી એક વર્ષ માટે શરતી રીતે સ્કૂલ પુનઃ શરૂ રાખવામાં આવી હતી. જોકે, સ્થિતિમાં કોઈ સુધારો ન થતાં અને ખોટી સંખ્યા દર્શાવવાની ગેરરીતિ સામે આવતા આ વર્ષે સ્કૂલના વર્ગો તાત્કાલિક અસરથી બંધ કરી, સ્કૂલની માન્યતા રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ પણ આ સ્કૂલને ડીઈઓ કચેરી દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી, પરંતુ સંચાલકો દ્વારા કોઈ સુધારો કરવામાં આવ્યો ન હતો. આખરે, વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે.

Exit mobile version