સુરત : હોટલો અને રેસ્ટોરન્ટની દુકાનોમાં ચેકિંગ
કાર્યવાહી દરમિયાન લાજપોરના સરપંચ પણ હાજર રહ્યા
પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી ચેકિંગ કર્યુ
લાજપોર ગ્રામ પંચાયતની હદમાં આવેલી હોટલો અને રેસ્ટોરન્ટની દુકાનોમાં ચેકીંગ
સુરતના લાજપોર ગ્રામ પંચાયતની હદમાં આવેલી હોટલો અને રેસ્ટોરન્ટની દુકાનોમાં પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી ચેકિંગ કર્યુ હતું.
રવિવારે લાજપોર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્રની સંયુક્ત ટીમ દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ વાત એ રહી હતી કે આ કાર્યવાહી દરમિયાન લાજપોરના સરપંચ પણ હાજર રહ્યા અને અવલોકન કરવામાં સક્રિય રહ્યા હતાં. આ ચેકિંગ ખાસ કરીને રોડની બાજુએ ચાલી રહેલા દુકાનો અને અયોગ્ય રીતે વધી રહેલા ટ્રાફિકને નિયંત્રણમાં લાવવા માટે કરવામાં આવી હતી. દુકાનદારોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી કે તેઓ પોતાની દુકાનની સામગ્રી કે સજાવટ રોડ સુધી ન ફેલાવે જેથી ટ્રાફિકમાં કોઈ વિઘ્ન ન આવે. ચેકિંગ દરમિયાન આરોગ્ય સંબંધિત નિયમોનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમ કે ખાદ્ય સામગ્રીની સ્થિતિ વગેરે અંગે માહિતી મેળવાઈ હતી. અધિકારીઓએ દુકાનદારોને જરૂરી સૂચનો આપ્યા અને સુધારાત્મક પગલાં લેવા સલાહ આપી હતી. આ પ્રકારની કાર્યવાહીથી વિસ્તારની વ્યવસ્થામાં સુધારો થવાની અપેક્ષા છે અને સ્થાનિક રહેવાસીઓ તંત્રની ચાંપતી કામગીરીથી ખુશ નજરે પડ્યા હતાં.

