Site icon hindtv.in

સુરતમાં એપેક્સ ફ્લાય કન્સલ્ટન્સીના નામે ઠગાઈ

સુરતમાં એપેક્સ ફ્લાય કન્સલ્ટન્સીના નામે ઠગાઈ
Spread the love

સુરતમાં એપેક્સ ફ્લાય કન્સલ્ટન્સીના નામે ઠગાઈ
એજ્યુકેશન લોન આપવાના બહાને લાખોની ઠગાઈ
વોન્ટેડ રીઢા મહેશ રામાણીને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યો

એપેક્સ ફ્લાય કન્સલ્ટન્સીના નામે એજ્યુકેશન લોન કરાવી આપવાના બહાને લાખોની ઠગાઈ આચરવાના બે ગુનામાં વોન્ટેડ રીઢાને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ શહેર અને જિલ્લાના વિવિધ ગુનાઓ આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે સુરતની કાપોદ્રા પોલીસે મળેલી બાતમીના આધારે રાજકોટ અને પોરબંદર પોલીસ મથકમાં એપેક્સ ફ્લાય કન્સલ્ટન્સીના નામે એજ્યુકેશન લોન અપાવવાના બહાને અલગ અલગ લોકો પાસેથી 65 લાખથી વધુની ઠગાઈ આચરનાર રીઢા આરોપી મહેશ રામાણીને ઝડપી પાડી તેનો કબ્જો રાજકોટ અને પોરબંદર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version