Site icon hindtv.in

સુરતમાં જમીન વેચાણના કેસમાં ઠગાઈ

સુરતમાં જમીન વેચાણના કેસમાં ઠગાઈ
Spread the love

સુરતમાં જમીન વેચાણના કેસમાં ઠગાઈ
કઠોર ગામની જમીન વેચાણમાં ફરિયાદી પાસેથી અંદાજે પાંચ કરોડ પડાવ્યા
બોગસ સીમકાર્ડ આપનાર ડીસ્ટ્રીબ્યુટર સંજય ધંધુકીયાને ઈકો સેલે ઝડપ્યો

સુરતમાં જમીન વેચાણના કેસમાં ઠગાઈ કરવાના ઈરાદે મ્યુઅલ એકાઉન્ટ ખોલી આપનાર બેંકમાં નોકરી કરનારા સાથે બેંક એકાઉન્ટ ખોલાવવા બોગસ સીમકાર્ડ આપનાર ડીસ્ટ્રીબ્યુટરને ક્રાઈમ બ્રાન્ચની ઈકો સેલે ઝડપી પાડ્યા હતાં.

સુરતના ઉત્રાણ વિસ્તારમાં જમીન વેચાણના નામે કરોડોની છેતરપીંડી કેસમાં ઈકો સેલે બેંક કર્મચારીઓ સહિત પાંચને ઝડપી પાડ્યા છે. વાત એમ છે કે કઠોર ગામની જમીન વેચાણમાં ફરિયાદી પાસેથી અંદાજે પાંચ કરોડ પંચોતેર લાખથી વધુ રકમ ઉઘરાવવામાં આવી હતી. આરોપીઓએ જમીન માલિકોના નામે બોગસ બેંક એકાઉન્ટ ખોલાવી અને ખોટા દસ્તાવેજોના આધારે કરોડો રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું કે બેંકના કેટલાક કર્મચારીઓએ પણ આ કૌભાંડમાં સાથ આપ્યો હતો. સાથે જ બોગસ સિમ કાર્ડ ઈસ્યુ કરનાર ડિસ્ટ્રિબ્યુટર પણ સંડોવાયેલો છે.

ઈકો સેલની ટીમે યસ બેંક અને આઈડીબીઆઈ બેંક સાથે જોડાયેલા ચાર કર્મચારીઓ સંદીપકુમાર પીલુદરીયા, આઝાદખાન પઠાણ, સિવાની સામંત પટેલ, યાજ્ઞિક વઘાસિયા અને સીમકાર્ડ ડિસ્ટ્રીબ્યુટર સંજય ધંધુકીયા પ્રજાપતિને ઝડપી પાડ્યા હતાં. હાલ તો સુરતમાં એક સુનિયોજીત આર્થિક કરોડોની ઠગાઈનો ગુનો ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુન્હા નિવારણ શાખા એટલે કે ઈકો સેલની ટીમે ઉજાગર કરતા ચકચાર મચી ગઈ છે.

Exit mobile version