સુરત સલાબતપુરા પોલીસ મથકમાં ચીટીંગ
છ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનના બિકાનેરથી ઝડપ્યો
વર્ષ 2019 માં નોંધાયેલા ચીટીંગના ગુનામાંનાસતા ફરતો આરોપી
સુરત સલાબતપુરા પોલીસ મથકમાં ચીટીંગના ગુનામાં છ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનના બિકાનેરથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે.
સુરત શહેર વિસ્તારમાં નોંધાયેલા ગુનાઓના ઘણા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ મેદાને છે ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ધાડ લુંટ સ્કોડની ટીમે બાતમીના આધારે રાજસ્થાનના બિકાનેર ખાતે પહોંચી જઈ ત્યાંથી સલાબતપુરા પોલીસ મથકમાં આજથી છ વર્ષ પહેલા એટલે કે વર્ષ 2019માં નોંધાયેલા ચીટીંગના ગુનામાં નાસતા ફરતા ઠગ આરોપી એવા હનુમાન ભતમલ શર્માને ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી તેનો કબ્જો સલાબતપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

