Site icon hindtv.in

માંડવી તાલુકાના તાપીના પુલ પરથી છાશવારે મોતની છલાંગ

માંડવી તાલુકાના તાપીના પુલ પરથી છાશવારે મોતની છલાંગ
Spread the love

માંડવી તાલુકાના તાપીના પુલ પરથી છાશવારે મોતની છલાંગ
પ્રોટેક્શન જાળી ઉભી કરી સુરક્ષા ઉભી કરવા માંગ કરાય

માંડવી તાલુકાના તાપીના પુલ પરથી છાશવારે મોતની છલાંગ લગાવનારની ઘટના માટે પ્રોટેક્શન જાળી ઉભી કરી સુરક્ષા ઉભી કરવા માટે લોક માંગ ઉઠી રહી છે.

માંડવી તાપી નદી પરનો નવો પુલ કે જે પહેલા ભાંગેલા પુલ તરીકે તથા સુસાઈડ પોઇન્ટ તરીકે ઓળખાતો હતો.પરંતુ હાલમાં પણ આ જગ્યા પરથી મોત છલાંગ લગાવવાની ઘટનાઓ વારંવાર બનતી આવી રહી છે જે એક ચિંતાનો વિષય બની ગયો છે. આપઘાતની ઘટનાઓ માટે સુરક્ષાના કોઈ પગલા લેવામાં આવે એ ખૂબ જ જરૂરી જણાઈ રહ્યું છે. માંડવી તાપી નદીના નવા પુલ બનવાને કારણે વાહન ચાલકો તથા માંડવી નગરજનોને ખૂબ જ રાહત થવા પામી છે અને ભાંગેલા પુલ તરીકે ઓળખાતા અને આપઘાતની ઘટના બાબતે બદનામ થયેલી જગ્યા પર નવાપુલનું નિર્માણ થતાં આપઘાતની ઘટનાઓ બંધ થવાની આશા જણાતી હતી પરંતુ હજુ પણ નવા પુલ પરથી જીવનથી કંટાળીને ઉપરથી કૂદીને લગાવવાના અવાર નવાર કિસ્સા બનતા રહે છે, જેથી આવી ઘટનાઓ બનતી અટકાવવા માટે પુલની બંને બાજુ લોખંડની એંગલો ઉભી કરી અને જાળી મૂકી બંને બાજુ સુરક્ષિત કરવા પામી છે. જેથી આવી ઘટના બનતી અટકાવી શકાય.માંડવી પોલીસ દ્વારા પણ આ વિસ્તારમાં સંપર્ક નંબર સાથે જરૂરી સહાય માટે સૂચનાઓનુ બેનર લગાવે જેથી હતાશ વ્યક્તિ પોલીસનો સંપર્ક કરી પોતાની આપવીતી જણાવી મોતના વિચારથી પાછા ફરી શકે તો કોઈનું જીવન બચાવી શકાય.

Exit mobile version