તાપી જિલ્લામાં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા
રથયાત્રા માટે પોલીસ બંદોબસ્ત
તાપી જિલ્લામાં આગામી તારીખ ૧૬ જુલાઈ ૨૦૨૬ અને ૧૯ જુલાઈ ૨૦૨૬ના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા યોજાનાર છે. આ રથયાત્રા વ્યારા, વાલોડ, ઉકરમુંડા અને સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થશે. આ રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે
તાપી જિલ્લામાં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા યોજાનાર છે ત્યારે તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂટનું સુપરવિઝન અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર રથયાત્રા દરમિયાન B.D.D.S., Q.R.T., વજ્ર વ્હીકલ, રાયોટ કંટ્રોલ વ્હીકલ અને બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. ડ્રોન સર્વેલન્સ અને સીસીટીવી સર્વેલન્સ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે. તાપી જિલ્લા પોલીસ દ્વારા જનતાને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રામાં મોટી સંખ્યામાં જોડાય અને પોલીસને કાયદો-વ્યવસ્થા જાળવવામાં પૂરેપૂરો સહકાર આપે.
રથયાત્રાની સુરક્ષા માટે વિશાળ પોલીસ ફોર્સ તૈનાત રહેશે, જેમાં નીચે મુજબના અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે, પોલીસ અધિક્ષક : ૧, નાયબ પોલીસ અધિક્ષક : ૩, પોલીસ ઇન્સ્પેક્ટર : ૫, પોલીસ સબ-ઇન્સ્પેક્ટ : ૪, એ.એસ.આઈ., એચ.સી. અને પી.સી.: ૧૪૪, હોમગાર્ડ અને જી.આર.ડી. : ૮૫, ટી.આર.બી. જવાન : ૪૬ આ ઉપરાંત, જિલ્લાની તમામ ટીમોને ‘સ્ટેન્ડ ટુ’ રાખવામાં આવી છે. એલ.સી.બી., એસ.ઓ.જી. અને ટ્રાફિક શાખાના અધિકારીઓ તથા કર્મચારીઓ પણ બંદોબસ્તમાં જોડાશે..

