સુરત દિલ્હીગેટમાં આધેડનો હંગામો, અફરાતફરીનો માહોલ
બ્રિજ પરથી આધેડ એસટી બસ પર ચડી જતા ટ્રાફિક પ્રભાવિત,
સુરતના દિલ્હીગેટ વિસ્તારમાં એક આધેડ વ્યક્તિએ હંગામો કરતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આધેડ બ્રિજ પરથી સીધો એસટી બસ પર ચડી ગયો હતો. ઘટનાને પગલે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. જોકે પોલીસે સમયસર પહોંચીને આધેડને બસ પરથી નીચે ઉતાર્યો હતો.
સુરતના દિલ્હીગેટ વિસ્તારમાં આધેડ વ્યક્તિએ હંગામો મચાવ્યો હતો. હંગામા દરમિયાન આધેડ બ્રિજ પરથી નીચે જઈ રહેલી એસટી બસ પર ચડી ગયો હતો. બસ પર આધેડ ચડી જતા લોકોમાં પણ કુતૂહલ સર્જાયું હતું અને થોડા સમય માટે ટ્રાફિકની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સમજાવટ કરીને આધેડને બસ પરથી સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો કોઈ વ્યક્તિએ મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો, જે હાલ વાયરલ થઈ રહ્યો છે.

