Site icon hindtv.in

અમદાવાદની ચાંદખેડા પોલીસ તોળકાંડના વિવાદમાં આવી.

અમદાવાદની ચાંદખેડા પોલીસ તોળકાંડના વિવાદમાં આવી.
Spread the love

અમદાવાદની ચાંદખેડા પોલીસ તોળકાંડના વિવાદમાં આવી.
મસ્કતથી આવેલા પંકજભાઈ પાસેથી 20 હજારનો કર્યો તોડ.
20 હજાર રૂપિયા અને લિકરની બે બોટલ પડાવી લીધી

અમદાવાદ પોલીસનો ખૌફ વધી રહ્યો છે. લોકોને સુરક્ષા આપવાને બદલે લોકોને લૂંટવામાં પોલીસ કર્મચારીઓને વધુ રસ. તોડકાંડના વધુ એક બનાવે ખાખી વર્દીને બદનામ કર્યું

અમદાવાદ પોલીસનું વધુ એક પરાક્રમ બહાર આવ્યું છે. મસ્કતથી આવેલા વ્યક્તિને અમદાવાદ પોલીસનો કડવો અનુભવ થયો. પોલીસે ગુનો નોંધવાની ધમકી આપીને લીકરની બે બોટલ અને નાણાં પડાવી લીધા. નિકોલમાં મુંબઈના વેપારીને રોકીને સાડા ચાર લાખનો તોડ કર્યાની શાહી સુકાઈ નથી, ત્યાં નવી તોડની ઘટના પ્રકાશમાં આવી. પંકજભાઈ નામના વેપારી મસ્કતથી અમદાવાદ આવ્યા હતા. અમદાવાદ પોલીસના કર્મચારીઓએ વેપારીના સામાન તલાશી લઈને લીકરની બે બોટલો જમા કરી લીધી હતી. પોલીસ કર્મચારીઓએ વેપારીને પાસપોર્ટ જપ્ત કરીને કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. અને આ વાતને પતાવટ માટે દોઢ લાખ માંગ્યા હતા. પરંતું બાદમાં 20 હજાર રૂપિયામાં પોલીસે વેપારી સાથે સોદો કર્યો હતો અને તેની પાસે રહેલી લીકરની બંને બોટલો પડાવી લીધી હતી. આ અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ પોલીસે ફરી એકવાર ખાખી વર્દીને બદનામ કરી છે. અમદાવાદ પોલીસે ફરી એકવાર તોડકાંડ કરીને ખાખી પર કાળો ડાઘ લગાવ્યો છે. અમદાવાદ પોલીસનો વધુ એક તોડ કાંડ સામે આવ્યો છે. વૈષ્ણોદેવી સર્કલ જતા ટોલનાકા પાસેની ઘટનામાં અમદાવાદ પોલીસે મસ્કતથી આવેલા વેપારીને જ લૂંટી લીધો. આ મામલે, ચાંદખેડા પોલીસે ચાર પોલીસ કર્મચારીઓ વિરૃદ્ધ ગુનો નોંધ્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version