સુરતમાં આગામી દિવસોમાં ચૈત્રી નવરાત્રી અને રમઝાન
પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ
કાપોદ્રા પોલીસ મથકે નાયબ પોલીસ કમિશનરની આગેવાનીમાં બેઠક
સુરતમાં આગામી દિવસોમાં ચૈત્રી નવરાત્રી અને રમઝાન તથા રામનવમીના તહેવારોને લઈ કોઈ અઘટિત ઘટના ન બને તે માટે સુરત પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ રહી છે તો કાપોદ્રા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક નાયબ પોલીસ કમિશનરની આગેવાનીમાં યોજાઈ હતી.
સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે લસકાણા, સરથાણા અને કાપોદ્રા વિસ્તારમાં રહેતા હિન્દુ અને મુસ્લિમ ભાઈઓની એક શાંતિ સમિતિની બેઠકનુ આયોજન કરાયુ હતું. જેમાં નાયબ પોલીસ કમિશનર અલોકકુમાર, અધિક પોલીસ કમિશન વિપુલ પટેલ, તથા પીઆઈ એમબી ઔસુરા, પીઆઈ કુલદીપસિંહ ચાવડા અને પીઆઈ બીબી કરપડાની ઉપસ્થિતિમાં ત્રણેય પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. નાયબ પોલીસ કમિશનર અલોકકુમાર દ્વારા કહેવામાં આવ્યું હતુ કે આ તહેવારોની ઉજવણી ઝોન 1 માં વર્ષોથી થાય છે અને આજ સુધી કોઈ દુર્ઘટના ઘટી નથી અને આગળ પણ કોઈ સમસ્યા ન સર્જાય અને કોઈ કારણોસર કોઈ પણ સમસ્યા હોય તો તરત જ 112 પર કોલ કરવો અથવા પીઆઈને કોલ કરવો તેમ કહ્યુ હતું. સાથે જરૂર હોય તો મને પણ કોલ કરી સકો છો પરંતુ કોઈ પણ એવું પગલું નહીં ભરવું જેથી આ હિન્દુ મુસ્લિમ ભાઈચારામાં મન મોટાવ ઉપજે.

