મઢી સુગર ફેક્ટરીમાં 7 મેગા વોટ નવી પાવર ટર્બાઇનનો ચેરમેન સમીરભાઈ ભક્તના હસ્તે શુભારંભ
મઢી સુગરમાં નવી ટેકનોલોજીની શરૂઆત
ઓછી કિંમતમાં વીજ ઉત્પાદનનું લોકાર્પણ
બગાસ બચતથી સંસ્થાને મળશે લાભ
મઢી સુગર ફેક્ટરીમાં આજરોજ તારીખ.9.12.25 ના રોજ નવા ૭ મેગા વોટ પાવર ટર્બાઇન નું સંસ્થાના માનનીય ચેરમેનશ્રી સમીરભાઈ સી ભક્ત સાહેબ તથા તેમના ધર્મપત્ની ના વરદ હસ્તે આજરોજ નવા ટર્બાઇન નું શુભારંભ કરવામાં આવ્યું.
આ શુભ પ્રસંગે સંસ્થાના વાઈસ ચેરમેનશ્રી અલ્પેશભાઈ મગનભાઈ પટેલ તથા સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અવિનાશભાઈ ઢેકાણે સાહેબ તથા બોર્ડ ઓફ ડાયરેક્ટરશ્રી , જીતેન્દ્રભાઈ ડાહ્યાભાઈ પટેલ, કેતનભાઇ જશુભાઈ પટેલ, દિનેશભાઈ ખુશાલભાઈ પટેલ, અતુલભાઇ નાયક, મોક્ષનાબેન નરેન્દ્રસિંહ મહિડા, સુરેશભાઈ રાનીયાભાઈ ચૌધરી, હરીશભાઇ લાલશિંગભાઈ ચૌધરી, સુરત ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર નરેન્દ્રસિંહ ભીમસિંહ મહીડા તથા ટ્રક એસોસિએશન ના પ્રમુખ ઉપપ્રમુખ સભાસદ ભાઈઓ, ગામ પ્રતિનિધિઓ, અધિકારી ભાઈઓ તથા કર્મચારી મિત્રો વગેરે હાજર રહ્યા હતા. આ શુભ પ્રસંગે સંસ્થાના ચેરમેનશ્રીએ વક્તવ્યમાં જણાવ્યું હતું કે આધુનિક જમાના ની નવી ટેકનોલોજી સાથે ૭ મેગા વોટ પાવર ટર્બાઇનનું વિધિવત રીતે શુભારંભ કરવામાં આવ્યો છે. જેની ખૂબ આનંદની લાગણી મઢી સુગર નો પરિવાર અનુભવી રહ્યો છે. અને નવી ટેકનોલોજી સાથે ઉત્તમ પરીણામ હાસલ કરાશે. જેને લઈને ઓછા ખર્ચે વીજળી ઉત્પન્ન થશે. અને ઓછા ઇંધણ ને લઈ જે બગાસ બચશે. તે વધુ વેચાણ માટે કરી શકીશું. જેનો સીધો આર્થિક લાભ પણ સભાસદોને થશે. અંતે માનનીય ચેરમેનશ્રી સમીરભાઈ સી ભક્ત સાહેબ દ્વારા સભાસદો એ જે સહકાર આપ્યો તથા સ્ટાફ કર્મચારીઓ તથા ટેકનિકલ કન્સલ્ટન VSI પુને અને કોન્ટ્રાક્ટર તરીકે ECE મુંબઈ એ કામ કરે છે. એમનો પણ તહેદિલથી આભાર વ્યક્ત કર્યો હતો…..

