સુરત ઉંમરામાં ચેઈન સ્નેચરોનો આતંક
ચેઇન સ્નેચરનો સી.આઈ.એસ.એફ.ના જવાન પર ચપ્પુથી હુમલો
ચેઇન સ્નેચરને સબ ઈન્સ્પેક્ટરે બહાદુરીથી ઝડપી પાડ્યો
સુરતમાં ચેઈન સ્નેચરોનો આતંક વારંવાર સામે આવે છે ત્યારે ઉમરા વિસ્તારમાં ચેઈન સ્નેચીંગ કરનારે સી.આઈ.એસ.એફ.ના જવાન પર ચપ્પુથી હુમલો કર્યા બાદ સ્નેચરને સી.આઈ.એસ.એફ.ના સબ ઈન્સ્પેક્ટરે બહાદુરીથી ઝડપી પાડ્યો હતો. તો સ્નેચરે જવાન પર ચપ્પુ વડે હુમલો કરતા હોસ્પિટલે ખસેડાયા હતાં.
સુરતમાં રોજેરોજ ચેઈન સ્નેચીંગ અને ફોન સ્નેચીંગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ઉમરા પોલીસ મથકની હદમાં ચેઈન સ્નેચરને સી.આઈ.એસ.એફ.ના જવાને ઝડપી પાડ્યો હતો. વાત એમ છે કે સી.આઈ.એસ.એફ.માં સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ગજેન્દ્રસિંહ ઉમરા વિસ્તારમાં મોર્નિંગ વોક પર નિકળ્યા હતા તો સાથે સી.આઈ.એસ.એફ।ના જવાન જંગ બહાદુર પણ મોર્નિંગ વોક પર હતા તે સમયે સુરત જિલ્લા પંચાયત ઓફિસ પાસે ચેઈન સ્નેચરે જંગ બહાદુર પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો જેમાં તેઓ ઈજાગ્રસ્ત થતા સી.આઈ.એસ.એફ.ના સબ ઈન્સ્પેક્ટર હિંમતભેર સ્નેચરનો પીછો કરી તેને ઝડપી પાડ્યો હતો. અને તેનો કબ્જો ઉમરા પોલીસને સોંપ્યો હતો. જ્યારે ઈજાગ્રસ્ત જવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતાં.

