સુરતમાં સીસીટીવીમાં કેદ થયો ચડ્ડી ચોર!
મહાદેવ મોબાઈલને તસ્કરોએ નિશાન બનાવ્યો
સુરતના લસકાણા વિસ્તારની ઘટના
સુરતના લસકાણા ખાતે ચડ્ડી પહેરી આવેલા ચોરએ લાખોના ફોનની ચોરી કરી હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી.
સુરત શહેર અને જિલ્લામાં ચોરીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના લસકાણામાં ચડ્ડી પહેરી આવેલો ચોર ત્રણ લાખનો ફોન ચોરી ગયો હતો. મહાદેવ મોબાઈલને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેને લઈ લસકાણા પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે રીઢા ચોરને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

