વીર નર્મદ દક્ષિણ ગુરાત યુનિવર્સિટીમાં છબરડો
15 ગુણના પ્રશ્નો કોર્સ બહારના પુછાતા તપાસના આદેશ અપાયા
25,000 થી વધુ વિદ્યાર્થીઓ અટવાયા
વીર નર્મદ દક્ષિણ ગુરાત યુનિવર્સિટીમાં બીકોમના સેમેસ્ટર 3 ની પરિક્ષામાં છબરડો આવ્યો હોય તેમ 15 ગુણના પ્રશ્નો કોર્સ બહારના પુછાતા તપાસના આદેશ અપાયા છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બી કોમના સેમેસ્ટર -3ની પરીક્ષામાં છબરડો સામે આવ્યો છે. ભારતીય જ્ઞાન પરંપરાના પેપરમાં 15 ગુણના પ્રશ્નો કોર્સ બહારના પૂછાયા હતા. જેને લઈ 25,000 થી વધુ વિદ્યાર્થીઓ અટવાયા હતાં. વિદ્યાર્થીઓએ કોલેજના શિક્ષકોને કહ્યું પરીક્ષામાં જે વાંચ્યું તે તો પૂછાયું જ નહીં અને આ ફરિયાદ યુનિવર્સિટીના કુલપતિ સુધી પહોંચી હતી. જેને લઈ કુલપતિએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.

