Site icon hindtv.in

દેશભરમાં 17 મેથી વસ્તી ગણતરી શરૂ

દેશભરમાં 17 મેથી વસ્તી ગણતરી શરૂ
Spread the love

દેશભરમાં 17 મેથી વસ્તી ગણતરી શરૂ
સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલના ઘરેથી શરૂઆત
ઓનલાઈન સાચી માહિતી નોંધાવવા અનુરોધ કર્યો

ગુજરાતમાં આજથી એટલે કે 17 મેથી વસ્તી ગણતરી શરૂ થઈ છે. ત્યારે સુરતમાં જનગણના 2027ની કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલના ઘરેથી શરૂઆત થઈ હતી. તો કેન્દ્રીય મંત્રીએ નાગરિકોને ખાસ અપીલ કરી હતી અને 17 મેથી 31 મે દરમિયાન યોજાનારી સ્વ-ગણના પ્રક્રિયામાં દરેક નાગરિકને સક્રિય ભાગ લેવા અને ઓનલાઈન સાચી માહિતી નોંધાવવા અનુરોધ કર્યો હતો.

ગુજરાતમાં આજથી જનગણનાની શરૂઆત થઈ છે ત્યારે સુરતમાં મનપા કમિશનર એમ. નાગરાજન અને ડેપ્યુટી કમિશનર નિધિ સિવાય દ્વારા કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલના ઘરેથી જનગણના શરૂ કરી હતી. જનગણના 2027 દેશના ભાવિ વિકાસ અને આયોજન માટે ભારત સરકાર દ્વારા હાથ ધરાતી સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયાઓમાંની એક છે. વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત થતી માહિતીનો ઉપયોગ સરકાર દ્વારા નીતિનિર્માણ, વિકાસ યોજનાઓ, સંસાધનોના યોગ્ય વિતરણ, આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર અને પરિવહન જેવી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે કરવામાં આવે છે. સાચા જનગણના આંકડા વિકાસનો લાભ યોગ્ય લોકો અને વિસ્તારો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરે છે. ત્યારે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે તમામ નાગરિકોને અપીલ કરી છે

આજથી 17 મે 2026થી 31 મે 2026 દરમિયાન યોજાનારી સ્વ-ગણના પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગ લઈ પોતાના ઘરે બેઠા ઓનલાઈન સાચી અને સંપૂર્ણ માહિતી નોંધાવે. તો સાથે સીઆર પાટીલે વધુમાં કહ્યુ હતું કે આપ દ્વારા આપવામાં આવેલી માહિતી કાયદા મુજબ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે અને તેનો ઉપયોગ માત્ર આંકડાકીય તથા વિકાસલક્ષી હેતુઓ માટે જ થશે. તેમણે વધુમાં કહ્યું કે કેટલાક લોકો નોકરી-ધંધા પર હોવા છતાં પોતાના અનુકૂળ સમયે માહિતી ભરી શકે છે. સાથે જ ઘરે આવનાર વસ્તી ગણતરીના અધિકારીઓ અને કર્મચારીઓને સંપૂર્ણ સહયોગ આપવા પણ અપીલ કરી છે.

Exit mobile version