સુરતમાં જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી
દિવ્ય પથ ફાઉન્ડેશન દ્વારા દહી હાંડીનું આયોજન કરાયું
આ ઉત્સવમાં કુલ 15 ગોવિંદા મંડળ સલામી આપી
મોટી સંખ્યામાં લોકો ઉત્સાહ સાથે દહી હાંડી નિહાળી હતી
સુરતમાં જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી. ત્યારે દિવ્ય પથ ફાઉન્ડેશન આયોજિત પશ્ચિમ વિધાનસભા નમો દહી હાંડી ઉત્સવ 2025માં પ્લેટિનિયમ ઈનામ અને સલામી આપનાર ગોવિંદા મંડળને ઈનામ અપાયા હતાં.
આજે જન્માષ્ટમી પર્વની ઉજવણીને લઈ નમો દહી હાંડીનું આયોજન કરાયુ હતું. આ ઉત્સવમાં કુલ 15 ગોવિંદા મંડળ સલામી આપી હતી. માટલી 8 થર ની ઊંચાઈ પર સ્ક્રીન પર બાંધવામાં આવી હતી અને સલામી આપનાર દરેક મંડળને 5100 નો પુરસ્કાર તથા ટ્રોફી અપાઈ હતી. તો માટલી ફોડનાર મંડળને 1,11,111 પુરસ્કાર અને ટ્રોફી અપાઈ હતી. આ કાર્યક્રમનું આયોજન 167 પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુર્ણેશભાઈ મોદીની પ્રેરણાથી દિવ્ય પથ ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયુ હતું. તો ઉત્સવના સપોર્ટર તરીકે વિદ્યાદીપ યુનિવર્સિટી, વિદ્યાકુંજ સ્કૂલ, આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ, મણિલાલ યુનિફોર્મ સ્ટોર્સ, આયુસી ગારમેન્ટ, આરોહી ટ્યુશન ક્લાસીસ, જય ભોલે પાન સેન્ટર, પટેલ ડ્રેસ, હરિ ઓમ ખમણ હાઉસ, દિવ્યમ એડ, વિજય ગારમેન્ટ, ડીજે નૈનેશ, એસએસએફ, મીડિયા પાર્ટનર તરીકે આઈવાયઆઈ ચેનલ, સીટી તડકા હતાં. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા દિવ્ય પથ ફાઉન્ડેશનના પ્રમુખ મહેશભાઈ પટેલ, હિનલ વાલવાલા, ભાર્ગવ ઋષિ અને હિરલ ચૌહાણ તથા અન્ય સભ્યોએ ખૂબ જહેમત ઉઠાવી હતી. અડાજણ વિસ્તારમાં પહેલીવાર ભવ્ય કાર્યક્રમનું આયોજન થયુ હોય મોટી સંખ્યામાં લોકો ઉત્સાહ સાથે દહી હાંડી નિહાળવા ઉમટી પડ્યા હતાં.

