Site icon hindtv.in

સુરતમાં ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા પર ઉજવણી

સુરતમાં 'ઓપરેશન સિંદૂર'ની સફળતા પર ઉજવણી
Spread the love

સુરતમાં ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા પર ઉજવણી
ઈન્ડિન આર્મી જિંદાબાદના લોકોએ લગાવ્યા નારા
દેશની સેના પર દેશની જનતાને ગૌરવ છે : કુમાર કાનાણી

ભારતીય સેનાએ પાકિસ્તાનીમાં ઘુસી આતંકીઓના સ્થળો પર હુમલો કરી ઓપરેશન સિંદુરને સફળ બનાવતા દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ ઓપરેશન સિંદુરની સફળતાને લઈ ખુશી વ્યક્ત કરી નિવેદન આપ્યુ હતું.

ભારતીય સેનાએ પાકિસ્તામાં ઘુસીને ઓપરેશન સિંદુર પાર પાડતા દેશભરમાં ખુશીનો માહોલ છવાયો છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓ દ્વારા કરાયેલા હુમલામાં શહિદ થયેલા 27 લોકોનો મોતનો બદલો લેવાતા સુરતમાં પણ ઉજવણી કરાઈ હતી. તો સેનાની કાર્યવાહી અંગે સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ નિવેદન આપ્યુ હતું. અને જણાવ્યુ હતું કે પહેલગામના આતંકી હુમલાનો બદલો સેનાએ લીધો છે. દેશની સેના પર દેશની જનતાને ગૌરવ છે. આતંકવાદ નિસ્તોનબુદ ન થાય ત્યાં સુધી લડાઈ લડવી પડશે. આ માટે દેશના વડાપ્રધાન તૈયાર છે. દેશની સરકારે અને દેશની સેનાએ કઈક વિચાર્યું હશે. દેશના વડાપ્રધાને કંઈક નીતિ બનાવી હશે. અમેરિકાએ પણ પાકિસ્તાનને ચેતવણી આપી છે અને આતંકવાદ સામે બધા સાથે મળી લડવું જોઈએ તેવી રણનીતિ વડાપ્રધાને બનાવી છે. નવ જેટલા સ્થળો પર પાકિસ્તાનમાં ઘૂસી આતંકીઓને ઠાર કરવા આ વાત કોઈ નાની વાત નથી. આ વખતે કોંગ્રેસ રાજનીતિ નહીં કરે તેમ પણ કુમાર કાનાણીએ કહ્યુ હતું.

Exit mobile version