Site icon hindtv.in

માંડવીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જયંતીની ઉજવણી

માંડવીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જયંતીની ઉજવણી
Spread the love

માંડવીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જયંતીની ઉજવણી
રન ફોર યુનિટી અને પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું.

સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી નિમિત્તે રન ફોર યુનિટી અને પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું.

માંડવી નગર પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રેલીનું પ્રસ્થાન નિલેશ શાહ દ્વારા લીલી ઝંડી બતાવીને કરાવ્યો હતો. તેમજ માંડવી નગરપાલિકા હોલ ખાતે માંડવી પાલિકા પ્રમુખ નિમેશના હસ્તે તકતીનું અનાવરણ અને સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો શુભારંભ પ્રાતઃ કાળ 7.30 કલાકે રાખવામાં આવ્યો હતો. જેમાં રન ફોર યુનિટી આયોજન કરવામાં આવ્યું હતું.

રન ફોર યુનિટીમાં સુપડી ચાર રસ્તાથી વલ્લભભાઈ વડ સર્કલ સુધી દોડનું આયોજન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં માંડવીના નગરજનોએ ભાગ લીધો હતો. દોડ પૂર્ણ થયા બાદ માંડવી નગરપાલિકાના પ્રમુખ નિમેશ શાહના હસ્તે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ સંધ્યાબેન ચૌધરી, નગર સંગઠનના પ્રમુખ પ્રિતેશ રાવળ, કારોબારી સમિતિના અધ્યક્ષ કિરીટ પટેલ, બાંધકામના અધ્યક્ષ રંજનાબેન મરાઠે, શાસક પક્ષના નેતા ધર્મેન્દ્રસિંહ મહિડા અને ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ સહિત તમામ મહાનુભાવો, પદાધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા…..

Exit mobile version