Site icon hindtv.in

સુરતમાં ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા પર ઉજવણી કરાઈ

સુરતમાં  'ઓપરેશન સિંદૂર'ની સફળતા પર ઉજવણી કરાઈ
Spread the love

સુરતમાં ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા પર ઉજવણી કરાઈ
ભારતીય સેનાના પાકિસ્તામાં ઘુસી ઓપરેશન સિંદુર પાર પાડ્યુ
ધારાસભ્ય વિનુ મોરડિયાએ ભારતીય સેનાની કામગીરીને આવકારી
કોઈ પણ દેશ જો ભારતને છેડશે તો ભારત છોડશે નહી : વિનુ મોરડિયા

પાકિસ્તામાં ઘુસી ભારતીય સેનાએ પાર પાડેલા ઓપરેશન સિંદુરને લઈ દેશભરમાં ઉત્સવનો માહોલ છવાયો છે ત્યારે સુરતના ધારાસભ્ય વિનુ મોરડિયાએ ભારતીય સેનાની કામગીરીને આવકારી હતી. અને ઓપરેશન સિંદુરને સફળ બનાવનાર ભારતીય સેનાની કામગીરીને લઈ ખુશી વ્યક્ત કરી હતી.

ભારતીય સેનાના પાકિસ્તામાં ઘુસી ઓપરેશન સિંદુર પાર પાડ્યુ છે. જેને લઈ દેશભરમાં ખુશી છવાઈ છે. ત્યારે ઓપરેશન સિંદૂર મામલે ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાએ પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યુ હતું કે કોઈ પણ દેશ જો ભારતને છેડશે તો ભારત છોડશે નહી. ભારતીય મહિલાઓના સિંદુરને ઉજાડનારને જળમૂળથી ભારતીય સેનાએ ઉખેડી નાંખ્યાં. વિનુ મોરડીયાએ જણાવ્યુ હતું કે પહેલગામની ઘટનાને લઈ દેશભરના લોકોમાં આક્રોશ હતો. નિર્મમ રીતે આતંકવાદીઓ દ્વારા લોકોની હત્યા કરવામાં આવી હતી. પાકિસ્તાન આતંકવાદીઓને પોષી રહ્યું છે. વારંવાર આતંકી પ્રવૃત્તિને લઈ પાકિસ્તાન બાજ નથી આવ્યું અને મૃતકના પરિવારોની અનેક આશા અને આકાંક્ષાઓ હતી જેથી સેનાએ 100 કિલોમીટર અંદર ઘુસી આતંકવાદીઓના અડ્ડા ઉપર એર સ્ટ્રાઈક કરી છે. સો કરતા વધુ આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો છેય ભારતની પ્રજાને સૈનિકો ઉપર ભરોસો છે. આ એક નવું ભારત છે અને કોઈપણ આવી પ્રવૃત્તિને સાખી નહીં લે. ભારતના વીર જવાનોએ પોતાનું પરાક્રમ બતાવ્યું છે. સેનાના જવાનોએ ઓપરેશન સિંદૂર સફળ બનાવ્યું છે. આપણા જવાનો પણ ઓપરેશન પાર પાડી સુરક્ષિત પરત ભારત ફર્યા છે, જે વીર જવાનોને હું નમન કરું છું તેમ કહ્યુ હતું.

Exit mobile version