Site icon hindtv.in

સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં કારગીલ વિજય દિવસની ઉજવણી

સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં કારગીલ વિજય દિવસની ઉજવણી
Spread the love

સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં કારગીલ વિજય દિવસની ઉજવણી
રક્તદાન શિબિર સાથે ફ્રી મોતિયા ઓપરેશન કેમ્પનુ આયોજન
મોટી સંખ્યામાં પોલીસ જવાનો સહિતનાઓએ રક્તદાન કર્યુ

સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં કારગીલ વિજય દિવસ નિમિત્તે રક્તદાન શિબિર સાથે ફ્રી મોતિયા ઓપરેશન કેમ્પનુ આયોજન કરાયુ હતું જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો સહિતનાઓએ રક્તદાન કર્યુ હતું.

સુરતમાં કારગીલ વિજય દિવસ નિમિત્તે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં રક્તદાન શિબિર અને ફ્રી મોતિયા ઓપરેશન કેમ્પ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં સામાજિક અગ્રણીઓ તેમજ લોકો પણ જોડાયા હતાં. કારગીલ વિજય દિવસની શાનમાં કાપોદ્રા પોલીસ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને બ્લડ મળી રહે તે હેતુથી આ રક્તદાન કેમ્પ યોજાયો જેમાં ડીસીપી આલોકકુમાર, એસીપી વિપુલ પટેલ અને કાપોદ્રા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર સહિતનાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં.

Exit mobile version