Site icon hindtv.in

માંડવી નગરપાલિકા દ્વારા ૭૯ માં સ્વાતંત્ર પર્વની ઉજવણી

માંડવી નગરપાલિકા દ્વારા ૭૯ માં સ્વાતંત્ર પર્વની ઉજવણી
Spread the love

માંડવી નગરપાલિકા દ્વારા ૭૯ માં સ્વાતંત્ર પર્વની ઉજવણી
રાષ્ટ્રગીત ગાઈને આનબાન શાન સાથે સલામી અપાય.
માંડવી પાલિકા દ્વારા બ્લડ કેમ્પનું સુંદર આયોજન કરાયું.

માંડવી નગરપાલિકા દ્વારા તથા વિવિધ સરકારી ઓફિસો, સામાજિક સંસ્થાઓ દ્વારા ૭૯ માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરતા રાષ્ટ્રગીત ગાઈને આનબાન શાન સાથે સલામી અપાય.

માંડવી નગરપાલિકા દ્વારા ૭૯ માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરતા રાષ્ટ્રગીત ગાઈને આનબાન શાન સાથે સલામી અપાય. માંડવી પાલિકા દ્વારા બ્લડ કેમ્પનું સુંદર આયોજન કરાયું. જેમાં સરદાર સ્મારક હોસ્પિટલની ડોક્ટર્સ તથા નર્સ દ્વારા સુંદર કામગીરી બજાવવામાં આવી. આ પ્રસંગે રેડક્રોસ સોસાયટીના ચેરમેન સતિષભાઈ કાયસ્થ એ પ્રથમ બ્લડ ડોનેટ કર્યું હતું. જેમાં નાગરિકોએ બ્લડ ડોનેટ કરી રાષ્ટ્રભવના ઉજાગર કરી. માંડવી નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ નિમેષભાઈ શાહ દ્વારા ૭૯માં સ્વાતંત્ર પર્વની સર્વે નગરજનોને હાર્દિક શુભકામના પાઠવી નગરની વિકાસ ગાથા રજુ કરી હતી.અને વિકાસ કાર્યોમાં નગરજનો તરફથી જે સહયોગ મળેલ છે તેમનો આભાર માન્યો હતો. આ પ્રસંગે નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવળ, કારોબારી અધ્યક્ષ કિરીટ પટેલ, ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ, ગુજરાત પ્રદેશના સંયોજક જગદીશ પારેખ, મઢી સુગરના ડિરેક્ટર નટુ રબારી, તત્કાલીન પ્રમુખ નીતિન શુક્લા નગર સંગઠનના હોદ્દેદારો તથા પાલિકાના ચૂંટાયેલા સભ્યો, હોમગાર્ડ જવાનો તથા નગરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા..

Exit mobile version