Site icon hindtv.in

માંડવીના રૂપણ ગામે હનુમાન દાદાના જન્મોત્સવ ઉજવણી

માંડવીના રૂપણ ગામે હનુમાન દાદાના જન્મોત્સવ ઉજવણી
Spread the love

માંડવીના રૂપણ ગામે હનુમાન દાદાના જન્મોત્સવ ઉજવણી
કષ્ટભંજન હનુમાન દાદાના મંદિરે દાતાઓના સહયોગ થકી ઉજવણી

માંડવીના રૂપણ ગામે આવેલ કષ્ટભંજન હનુમાન દાદાના મંદિરે દાતાઓના સહયોગ થકી હનુમાન દાદાના જન્મોત્સવ ભક્તિભાવ માહોલમાં ઉજવણી.

માંડવી તાલુકાના રૂપણ ગામ ખાતે વર્ષો પુરાણો કષ્ટભંજન હનુમાન દાદા નું મંદિર આવેલ છે આજે હનુમાન દાદા નો જન્મોત્સવ હોવાથી વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ કષ્ટભંજન હનુમાન દાદા ના મંદિરે વર્ષોથી શ્રદ્ધાળુઓ આવી પૂજા અર્ચના કરે છે આજરોજ વહેલી સવારે હવન તથા પૂજા અર્ચના કરવામાં આવી હતી તેમજ આરતી ઉતારવામાં આવી હતી સાંજે મહા આરતી કરવામાં આવી હતી. સાંજે મહાપ્રસાદનો સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો હનુમાન દાદા દર્શન કરી પાવન થયા હતા અને મહાપ્રસાદનો લાહવો લીધો હતો..

Exit mobile version